એચ 1-બી વિઝા – અમારો નિયમ સીધો છે, અમેરિકનને નોકરી રાખો – ટ્રમ્પ

એચ 1-બી વિઝા – અમારો નિયમ સીધો છે, અમેરિકનને નોકરી રાખો – ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે સોમવારે એચ 1-બી વિઝાને લઈને એક કાર્યકારી આદેશ પર સહી કરી દીધી છે, જેમાં અમેરિકી નાગરિકોની વિદેશી પ્રોફેશનલ્સને રાખવા પર રોક લગાવી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી દીધી છે. તેઓએ કહ્યું કે, અમારો નિયમ સીધો છે- અમેરિકનને રાખો.

અમેરિકાના શ્રમ મંત્રીએ આ નિર્ણયને લઈને કહ્યું છે કે, એચ 1-બી વિઝાના નામ પર ધોખાધડી રોકવા અને અમેરિકનોનાં હિતોની રક્ષા કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ચૂંટણીના વર્ષમાં ટ્રમ્પના આ પગલાંથી અમેરિકાના શ્રમિકો માટે મદદગાર માનવામાં આવી રહ્યું છે. પણ તેનાથી એ લોકોની ઉમ્મીદોને મોટો ઝટકો લાગ્યો છે કે જેઓ એચ 1-બી વિઝા પર અમેરિકામાં નોકરી કરવાનાં સપનાં જોતાં હતા.

જણાવી દઈએ કે, ટ્રમ્પ સરકારે લગભગ દોઢ મહિના પહેલાં જ એચ 1-બી વિઝા નિલંબિત કરવાનું એલાન કર્યું હતું. ટ્રમ્પે આ વર્ષના અંત સુધી માટે એચ1-બી વિઝા સસ્પેન્ડ કરવાના નિર્ણયને કોરોના સંકટમાં પોતાની નોકરી ગુમાવી ચૂકેલાં અમેરિકી શ્રમિકોનાં હિતમાં ઉઠાવેલું પગલું ગણાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ આ સાથે ચીની એપ ટિકટોકને લઈને પણ લાલ આંખ કરી છે. ટ્રમ્પે સાફ શબ્દોમાં ટિકટોકને ચેતવણી આપતાં કહ્યું કે, કાં તો તે અમેરિકાનો પોતાનો કારોબાર વેચી દે અથવા 15 સપ્ટેમ્બરથી એપ બંધ કરી દે. ( Source – Sandesh )