અ’વાદમાં રહેતો પોલેન્ડવાસી યુવાને ભારતને કર્મભૂમિ બનાવી, સંસ્કૃતના પાઠ કંઠસ્થ કર્યા, અને હવે ગુજરાતી યુવતી સાથે..

અ’વાદમાં રહેતો પોલેન્ડવાસી યુવાને ભારતને કર્મભૂમિ બનાવી, સંસ્કૃતના પાઠ કંઠસ્થ કર્યા, અને હવે ગુજરાતી યુવતી સાથે..

સંસ્કૃત ગ્રંથોમાં જીવનનું રહસ્ય છૂપાયેલું હોવાનો વિચાર વિશ્વમાં રજૂ કરતો અમદાવાદમાં રહેતો પોલેન્ડવાસી યુવાન જે ભારતમાં આવી સંસ્કૃત શીખ્યો અને પંડિત બન્યો છે. જેણે ભારતમાં આખુય જીવન વિતાવવાનો નિર્ણય કર્યો છે. એટલુ જ નહીં આ યુવાને સોશિયલ મીડિયા પર અપલોડ કરેલ વીડિયોમાં એવો મત વ્યક્ત કર્યો છે કે. તેને ગુજરાતી યુવતી સાથે લગ્ન કરવા છે.

યોગાનંદ શાસ્ત્રી નામથી ઓળખાતા પોલેન્ડના યુવકે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે, હું ૨૩ વર્ષથી ભારતમાં સ્થાયી થયેલો છું. પ્રથમ કાશીમા અભ્યાસ માટે ગયો હતો બાદમાં ગુજરાતના અમદાવાદમાં આવ્યો. અમને બાળપણથી એ વાતની ખબર હતી કે સંસ્કૃતના ગ્રંથમાં જીવન જીવવાનાનું રહસ્ય છૂપાયેલું છે. ઉદ્દેશ્ય જીવનનું શું છે, કેવી રીતે જીવવું જેથી એ ઉદ્દેશ ને પામી શકાય એ સંસ્કૃત ગ્રંથોમાં લખેલું છે.

હાલના સમયમાં પોલેન્ડમાં મારા માતાજી પિતાજી અને ભાઈઓ રહે છે, જે લોકો સંસ્કૃતના અને ગુજરાતી ગ્રંથોનું શિક્ષણ આપી રહ્યા છે. તેમની પાસે સંસ્કૃત શીખવા માટે કેટલાક વિદ્યાર્થીઓ પણ આવે છે. ભારતીય ગ્રંથોનું ભાષામાં અનુવાદ કરવાનું કામ પણ હું કરી રહ્યો છું. જેમા વાલ્મિકી રામાયણ સહિતના ગ્રંથોનો અનુવાદ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય શ્રીમદ ભાગવત ગીતાનું પણ અનુવાદ કરવામાં આવ્યું છે.

ભારત એ વિશ્વમાં એકમાત્ર એવી સંસ્કૃતિ છે જ્યાં વસુદેવ કુટુંબ ની ભાવના સદીઓથી ચાલી આવી રહી છે. જેથી મે નિર્ણય કર્યો છે કે મારું આખું જીવન ભારતમાં વિતાવવું છે. થોડા સમય પહેલા ભારતીય નાગરિકત્વ માટે અરજી પણ આપી છે. જેમા સરકારે પણ મને આશ્વાસન પત્ર મોકલી આપ્યું છે. લોકો મને પૂછે છે કે ભારતમાં તમને ક્યારેય ખરાબ અનુભવ થયો છે.

પ્રવાસન સ્થળો પર ફેરેનરને ક્યાંક ગલત દ્રષ્ટિએ પણ જોવાય છે, એ મજાકમાં ગાળ પણ બોલી દેવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં ક્યારેય મને આવો અનુભવ થયો નથી મને ભાઈ ભાઈ જેવો અનુભવ થયો છે. કોઈ વિદેશીને બીજી દ્રષ્ટિથી જોવામાં આવતો નથી. હવે એવું થયું છે કે હું પણ હવે ભારતીય છોકરી સાથે જ લગ્ન કરીશ. અને એમાંય ગુજરાતી છોકરી મળે તો ઘણું જ સારું થશે. કારણ કે ગુજરાતી લોકો વધારે ફ્રેન્ડલી મને લાગ્યા છે. ( Source – Sandesh )