સૌથી મોટો ખુલાસો: અમદાવાદની 2100 હોસ્પિટલોમાંથી માત્ર 96 પાસે NOC, નોટિસ પણ નહીં

સૌથી મોટો ખુલાસો: અમદાવાદની 2100 હોસ્પિટલોમાંથી માત્ર 96 પાસે NOC, નોટિસ પણ નહીં

રાજ્ય સરકારે ૨૦૧૩માં ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર એક્ટ લાગૂ કરી દીધો છે અને કોમન જીડીસીઆરમાં પણ ફાયરના મુદ્દે કડક જોગવાઇ કરી દીધી છે પણ ગુજરાતના તમામ મોટા શહેરોમાં તેની અમલવારીના નામે માત્ર ખાનાર્પૂિત થઇ રહી છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ કે પછી સુરતની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મુદ્દે ગંભીરતા દેખાતી નથી. અમદાવાદમાં ૨૧૦૦ જેટલી હોસ્પિટલો છે જે પૈકી માત્ર ૯૬ પાસે ફાયર એનઓસી છે જ્યારે અન્ય હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી અથવા તો ફાયર એનઓસી લીધા બાદ તેઓ રિન્યૂ કરાવતાં નથી. આટલી ગંભીર બેદરકારી હોવા છતાં આજદિન સુધી AMCએ નોટિસ આપીને તે સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કર્યો નથી.

રાજ્યના મોટા શહેરોની સ્થિતિમાં કડક કાયદો અમલમાં હોવા છતાં અમલવારીના નામે મીંડું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ૨૧૦૦થી વધુ હોસ્પિટલો આવેલી છે પણ માત્ર ૯૬ હોસ્પિટલો પાસે ફાયર એનઓસી છે તેઓ દર વર્ષે નિયમિત રિન્યૂ કરાવે છે. જ્યારે અન્ય હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી. AMC ફાયર સેફ્ટીના મુદ્દે ખાનગી હોસ્પિટલોના બીયુ પરમીશન રદ કરવા સુધીના પગલાં લઇ શકે તેટલી સત્તા છે પણ સ્થિતિ એવી છે કે કોઈ કાર્યવાહી થતી નથી.

કોવિડ૧૯ સ્પે. હોસ્પિટલોની તપાસ માટે ડે. CMના આદેશો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યની તમામ કોવિડ૧૯ સ્પેશ્યિલ હોસ્પિટલોમાં અગ્નિશામક સુવિધાઓની ચકાસણી કરવા આદેશો આપ્યા હતા. તેમણે કહ્યુ કે, અમદાવાદની ઘટના બાદ સર્તકર્તાને ધ્યાને લઈને સક્ષમ અધિકારીઓ દ્વારા તપાસ થશે. અહી એ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કે, સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડ બાદ પણ મુખ્યમંત્રી રૂપાણીએ આવા આદેશો આપ્યા હતા.

( Source _ Sandesh )