જાણો…દેશમાં કોણ-કોણ કરી શકે છે તમારા ફોન કોલને રેકોર્ડ? આ એજન્સીઓને છે અધિકાર

જાણો…દેશમાં કોણ-કોણ કરી શકે છે તમારા ફોન કોલને રેકોર્ડ? આ એજન્સીઓને છે અધિકાર

તાજેતરમાં રાજસ્થાનમાં ફોન ટેપિંગનો મામલો સામે આવ્યો હતો. સરકાર પર ફોન ટેપિંગનો આરોપ લાગ્યો હતો. પરંતુ તમે જાણો છો કે ફોન ટેપિંગ શું છે? જ્યારે કોઈ ત્રીજો વ્યક્તિ બે વ્યક્તિઓ વચ્ચે થતી ટેલિફોનિક વાતને તેમની જાણ વગર રેકોર્ડિંગ કરી સાંભળે છે તો તેણે ફોન ટેપિંગ કહેવાય છે. આ કોઈ પણ વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન છે. તેથી આને ગેરકાયદેસર માનવામાં આવે છે. તેથી અમુક ખાસ કિસ્સાઓમાં અને અમુક સમય માટે જ ફોન ટેપ કરવા માટે મંજૂરી મળે છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભારતમાં માત્ર 10 એજન્સીઓને સરકાર તરફથી ફોન ટેનિંગનો અધિકારી છે. જેમાં સીબીઆઈ(CBI) શામેલ છે. જો કે, સીબીઆઈને ફોન કોલ પર નજર રાખતા પહેલા કેન્દ્રીય ગૃહ સચિવ(Union Home Secretary)ની મંજૂરી લેવી પડે છે. આ સિવાય પ્રવર્તન નિદેશાલય(ED)ને પણ ફોન ટેપિંગ કરવાનો અધિકારી છે. દેશમાં આર્થિક ગુનાઓ સામે લડવું ઈડીનું કામ છે. આ સિવાય ઇન્ટેલિજન્સ બ્યુરો(IB), આ ભારતની પ્રમુખ ઇન્ટેલિજેન્સ એજન્સી છે. આનું કામ દેશની આતંરિક સુરક્ષાથી સંબંધી માહિતી એકત્ર કરવાનું છે. આને પણ ફોન ટેપિંગનો અધિકાર છે. આ એજન્સી ગૃહ મંત્રાલયના આધીન હોય છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA), આ દેશમાં આતંકવાદનો મુકાબલો કરે છે અને રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલ મામલાઓની તપાસ કરે છે. આ પણ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. સંસ્થાને ફોન ટેપિંગનો અધિકાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ(CBDT), આ મહેસૂલ સચિવ હેઠળ કામ કરે છે. દેશમાં ડાયરેક્ટ ટેક્સ સંબંધિત મામલોની ટોચની સંસ્થા છે. આ સિવાય નકલી દવાઓ પર રોક માટે નારકોટિક્સ કંટ્રોલ બ્યરો(NCB), ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ(DRI), સિગ્નલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર, દિલ્હી પોલીસ કમિશનર, સંશોધન અને વિશ્લેષણ વિંગ(RAW) વગેરે એજન્સીઓને ફોન ટેપિંગનો અધિકાર હોય છે. ( Source – Sandesh )