અમેરિકામાં ભારતીય મૂળના રિસર્ચરની જોગિંગ કરતી વખતે પાર્કમાં હત્યા, ભારતીય સમુદાયમાં ખળભળાટ મચ્યો

અમેરિકામાં ભારતીય મૂળના રિસર્ચરની જોગિંગ કરતી વખતે પાર્કમાં હત્યા, ભારતીય સમુદાયમાં ખળભળાટ મચ્યો

વિદેશોમાં ભારતીયોની હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે અમેરિકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ભારતીય મૂળના સંશોધક શર્મિષ્ઠા સેનની હત્યા કરી નાંખવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાથી અમેરિકામાં વસતા ભારતીયોમાં નિરાશા વ્યાપી ગઈ છે. ભારતીય મૂળની શર્મિષ્ઠા સેનની હત્યા ત્યારે કરવામાં આવી જ્યારે તે જોગિંગ કરી રહી હતી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને આગળની તપાસ આરંભીને પુછપરછ ચાલું કરી દીધી છે.

આ ઘટનામાં પોલીસને મળેલી માહિતી અનુસાર, ભારતીય મૂળની સંશોધક શર્મિષ્ઠા સેન ટેક્સાસના પ્લાનો શહેરમાં રહેતી હતી. એક ઓગસ્ટે ચિશોલ્મ ટ્રેલ પાર્કની પાસે જોગિંગ કરતી વખતે તેના પર અચાનક હુમલો કરાયો હતો અને તેની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. અમેરિકાની એક રિપોર્ટ અનુસાર લીગેસી ડ્રાઈવ અને માર્ચમેન વેની પાસે ક્રિક વિસ્તારમાં એક નાગરિકે તેનો મૃતદેહ જોયો હતો.

ભારતીય મૂળની શર્મિષ્ઠા સેન વિશે મળતી માહિતી પ્રમાણે, તેઓ એક ફાર્મા કંપનીમાં રિસર્ચર હતા. આ સિવાય તેઓ કેન્સર રોગીઓ માટે કામ કરતી હતી. તેમને બે પુત્ર છે. આ ઉપરાંત તેઓ ભારતીય સમુદાયમાં તેઓ એક ડાન્સર અને ગાયક તરીકે પણ જાણીતા હતા. એથ્લીક રહી ચુકેલી શર્મિષ્ઠા દરેક સવારે ચિશોલ્મ ટ્રેલમાં દોડવા જતી હતી.

આ ઘટનામાં સોમવારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 29 વર્ષીય એક અશ્વેત યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ બાકારી ઓબિઓના મોન્ફ્રીક છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર બાકારીની પહેલા પણ ચોરીનાં આરોપમાં ધરપકડ થઇ ચુકી છે. જે સમયે શર્મિષ્ઠાની હત્યા તેના થોડા જ સમય પહેલા ઘટના સ્થળની નજીકથી આવેલ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફુટેજ પણ કબ્જે લીધા છે. હાલ તપાસ એ બાબતે ચાલી રહી છે કે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શર્મિષ્ઠાની હત્યાનો આરોપી છે.

આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારની ઘટના અમારા માટે ચિંતાનો વિષય છે. આગળ આ પ્રકારની ઘટના ન બને તે માટે પગલા લેવાશે. શર્મિષ્ઠા રોજ મોર્નિંગ વોક માટે નિકળતા હતા. તેમના ભાઇ સુમિતે કહ્યું કે, તેઓ ખુબ જ સારા સ્વભાવના છે. કોઇની પણ સાથે હળી મળીને જતા હતા. શર્મિષ્ઠાના એક મિત્ર મારિયો મેજરે કહ્યું કે, તેઓ ખુબ જ શાનદાર પર્સનાલિટીવાળી મહિલા હતી. ( Source – Sandesh )