UNમાં ભારતનો CAA પર જવાબ:કહ્યું- 'આનાથી ભારતીયોને નાગરિકતા મળે છે, છીનવાતી નથી'
નાગરિકતા સંશોધન કાનૂન (CAA) અને હેટ સ્પીચનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં ઉઠાવવામાં આવ્યો. આના પર જવાબ આપતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે CAA એક એવો કાયદો છે જો પડોશી દેશોના પીડિત લઘુમતીને નાગરિકતા આપે છે.
હકીકતમાં CAAનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે આમાં દેશમાં રહેનારા મુસ્લિમોને ટાર્ગેટ બનાવવામાં આવી શકે. ત્યાં સોલિસિટર જનરલે હેટ સ્પીચ અને અભિવ્યક્તિની આઝાદીના મુદ્દા પર પણ જવાબ આપતા કહ્યું કે, ભારતનું સંવિધાન દરેક નાગરિકને અભિવ્યક્તિની આઝાદીનો મૌલિક અધિકાર આપે છે.
CAA કોઇ પણ ભારતીયની નાગરિકતા નથી છીનવતું
જિનેવામાં ચાલી રહેલા UNHRC યુનિવર્સલ પીરિયોડિક રિવ્યૂમાં કેટલાય સદસ્ય દેશોએ ભારતમાં CAAના મુદ્દેને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. આને લઇને તુષાર મહેતાએ કહ્યું - CAA કાનૂન બિલકુલ એ રીતનો છે જે અલગ-અલગ દેશોમાં નાગરિકતા માટે ક્રાઇટેરિયા તૈયાર કરે છે.
CAA કાનૂન ધાર્મિક ઉત્પીડનના આધારે ભારતના પડોશી દેશો અફગાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય-હિંદુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ઇસાઇ ધર્મના લોકોને ભારતીય નાગરિકતા અપાવવામાં મદદ કરે છે. આનાખી કોઇ પણ નાગરિકની નાગરિકતા છીનવવામાં નથી આવતી. ન તો કોઇ પણ દેશની ભારતીય નાગરિકતા આપનારી પ્રક્રિયામાં કોઇ ફેરફાર થાય છે.
ભારતમાં અભિવ્યક્તિની આઝાદી, પરંતુ કેટલાક પ્રતિબંધ પણ
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- ભારતમાં અભિવ્યક્તિની આઝાદી છે પરંતુ તેની સાથે કેટલાક કાનૂન છે જેનું પાલન કરવું જરૂરી છે. આઝાદી ત્યાં સુધી છે જ્યાં સુધી ભારતની સંપ્રભુતા અને અખંડતા પર આંચ નથી આવતી. ઉચિત પ્રતિબંધ લગાવવાથી હોટ સ્પીચ અને અભિવ્યક્તિની આઝાદીને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે.
CAA કાનૂન શું છે?
દેશમાં બે વર્ષ પહેલાં CAA કાનૂન બન્યો તો દેશભરમાં તેનો વિરોધ થયો. દિલ્હીમાં શાહીનબાગ એરિયા કાનૂન સાથે જોડાયેલા આંદોલનનું કેન્દ્રબિંદુ હતું. કાનૂનમાં અફગાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ઇસાઇ ધર્મના પ્રવાસીઓ માટે નાગરિકતા કાનૂન સરળ બનાવવામાં આવ્યો. આની પહેલાં નાગરિકતા માટે 11 વર્ષ ભારતમાં રહેવું જરૂરી હતું, આ સમયને ઘટાડીને 1થી 6 વર્ષ કરી દીધો.
1955માં કાનૂનમાં કરવામાં આવેલા ફેરફાર
2016માં નાગરિકતા સંશોધન વિધાયક 2016 (CAA) રજૂ કરવામાં આવ્યું હતું. આમાં 1955ના કાનૂનમાં કેટલાક ફેરબદલ કરવાના હતા. આ ફેરબદલ ભારતના ત્રણ મુસ્લિમ પડોશી દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફગાનિસ્તાનથી આવેલા ગેરમુસલમાન શરણાર્થીઓને નાગરિકતા આપવી. 12 ઓગસ્ટ 2016ના આને સંયુક્ત સંસદીય કમિટીની પાસે મોકલવામાં આવ્યો. કમેટીએ 7 જાન્યુઆરી 2019માં રિપોર્ટ સોંપ્યો હતો.
( Source - Divyabhaskar )