અચ્છે દિન...:12 લાખ ભારતીયોને વિઝા આપવાની અમેરિકાની તૈયારી

અચ્છે દિન...:12 લાખ ભારતીયોને વિઝા આપવાની અમેરિકાની તૈયારી

  • કોરોના પછી વધુ કર્મચારીઓ ભરતી કરવાની અમેરિકાની જરૂરિયાત
  • વિઝા આપવા ડ્રોપ બોક્સ સુવિધા વધારવાની પણ પહેલ કરાશે
  • અમેરિકન સરકારે જૂન 2023 સુધી 12 લાખ ભારતીયને વિઝા આપવાની તૈયારી કરી છે. વિઝા આપવામાં અમેરિકન સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા ભારત રહેશે. આમ કરીને તેઓ આવતા વર્ષ સુધીમાં પ્રિ-કોવિડ પહેલાની સ્થિતિએ પહોંચવા માગે છે. કોરોનાને લગતા પ્રવાસના પ્રતિબંધો હટ્યા પછી અમેરિકાના વિઝા માટે અરજી કરનારા દેશોમાં ભારત અગ્રસ્થાને છે. વિઝા આપવાના લાંબા સમયગાળાને જોતા અમેિરકા હજુ વધુ કર્મચારીઓની ભરતી કરવાની તેમજ ડ્રોપ બોક્સ સુવિધા વધારવાની પહેલ કરવા જઈ રહ્યું છે.

    અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ આ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે, આ માટે અમે દર મહિને એક લાખ વિઝા આપવાની યોજના બનાવી છે. અમેરિકા પહેલેથી એચ1 અને એલ શ્રેણીના વિઝામાં ભારતીયોને પ્રાથમિકતા આપવા માટે જાણીતું છે. હાલમાં જ વિઝા રિન્યૂ કરાવવા ઈચ્છુક અરજદારો માટે એક લાખ અરજીનો સ્લોટ ફાળવવામાં આવ્યો હતો.

    બીજી તરફ, સ્ટુડન્ટ વિઝા માટે રાહ જોવાના સમયમાં પણ ઘટાડો કરવાને પ્રાથમિકતા અપાઈ રહી છે. ખાસ કરીને એવા લોકો માટે જે પોતાના વિઝા રિન્યૂ કરવા ઈચ્છે છે. જોકે, શરૂઆતમાં ડ્રોપ બોક્સ સુવિધાનો ઉપયોગ કરનારા અરજદારો પર વધુ ધ્યાન અપાશે.

    બી1, બી2 વિઝાનો સમય 450 દિવસથી ઘટાડી 9 મહિના
    છેલ્લાં થોડા સમયમાં અમેરિકન સરકારે કેટલીક શ્રેણીના વિઝા માટેનો 450 દિવસનો સમયગાળો ઘટાડીને નવ મહિના કરી દીધો છે. આ અંગે અધિકારીએ કહ્યું કે, બી1, બી2 જેવા બિઝનેસ અને ટુરિઝમને લગતા વિઝા માટેનો સમય ઘટાડીને નવ મહિનાથી ઓછો કરી દેવાયો છે. હવે અમેરિકા દ્વારા જારી કરાતા વિઝાની સંખ્યાના મામલે ભારત હાલના ત્રીજા ક્રમથી બીજા ક્રમે પહોંચી જાય એવી અમને આશા છે. હાલ મેક્સિકો અને ચીન ભારતથી આગળ છે. ભારત છેલ્લાં ઘણાં સમયથી વિઝા આપવાનો સમયગાળો ઘટાડવાનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવતું રહ્યું છે.

    છેલ્લા એક વર્ષમાં 82 હજાર વિઝા જારી કરાયા
    ઈન્ટરવ્યૂ વિના અમેરિકન વિઝા રિન્યૂनની પ્રક્રિયા ડ્રોપ બોક્સ સુવિધા તરીકે ઓળખાય છે. છેલ્લા ચાર વર્ષથી વિઝા ધરાવતા અરજદારો જ ડ્રોપ બોક્સ સુવિધાને પાત્ર ગણાય છે. અમેરિકાએ એક વર્ષમાં આશરે 82 હજાર વિઝા જારી કર્યા છે. હવે એક વર્ષમાં 12 લાખને વિઝા આપવાની તૈયારી છે.

  • ( Source - divyabhaskar )