હથિયારોની દાણચોરી કરે છે તાલિબાન:અમેરિકન સેના મૂકીને ગયેલા હથિયારો પાકિસ્તાન મોકલાય છે, ભારત વિરુદ્ધ વપરાવાની શક્યતા
અફઘાનિસ્તાનમાં તાલિબાન પર પાકિસ્તાનને હથિયાર સપ્લાય કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હથિયારોનું બજાર દિવસેને દિવસે મોટું થઈ રહ્યું છે. આ હથિયારોનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે તાલિબાન સતત એ વાત પર ભાર આપી રહ્યું છે કે, તેઓ એક સારા તાલિબાન છે અને હથિયારો તાલિબાન સુધી ના પહોંચે તે માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે.
અમેરિકાના હથિયારોની છાય છે દાણચોરી
હકિકતમાં ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનથી ગયા પછી અમેરિકન સૈનિકોએ બહુ બધા હથિયારો ત્યાં જ છોડી દીધા હતા. કાબુલ પર કબજો કરી લીધા પછી અમેરિકાના હથિયારો અફઘાનિસ્તાનને મળી ગયા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, અફઘાન હથિયાર તાલીબાનને મળી ગયા હતા. રિપોર્ટ્સ પ્રમાણે અફઘાન હથિયાર ડિલર તાલિબાનના લડાકુઓ પાસેથી આ હથિયારો ખરીદીને પાક-અફઘાન સીમા પર જાહેરમાં દુકાનોમાં વેચી રહ્યા છે.
અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ફ્રૂટ અને શાકભાજી જતી ટ્રકોમાં આ હથિયારોની દાણચોરી કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનના રસ્તે ડ્રગ્સ પણ સપ્લાય કરી રહ્યું છે અફઘાનિસ્તાન
પાકિસ્તાનના રસ્તે જ અફઘાનિસ્તાનથી ડ્રગ્સ પણ ઈન્ટરનેશનલ માર્કેટ સુધી પહોંચાડવામાં આવે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અંદાજે 24,000 કિલોમીટરની સીમા મળે છે. જ્યાંથી ડ્રગ્સને ખૈબર પખ્તુખા પહોંચાડવામાં આવે છે. અહીંથી ડ્રગ્સ લાહોર અને ફૈસલાબાદ લઈ જવામાં આવે છે. ત્યારપછી તેનો મોટો જથ્થો કરાચીના રસ્તે સાઉથ એશિયાના માર્કેટમાં પહોંચે છે.