અમિત શાહનું મોટું નિવેદન:MPમાં કહ્યું- રામ મંદિર, CAA, ટ્રિપલ તલાક અને કલમ 370નો નિર્ણય થઈ ગયો; હવે કોમન સિવિલ કોડનો વારો છે

અમિત શાહનું મોટું નિવેદન:MPમાં કહ્યું- રામ મંદિર, CAA, ટ્રિપલ તલાક અને કલમ 370નો નિર્ણય થઈ ગયો; હવે કોમન સિવિલ કોડનો વારો છે

 
  • શાહે કહ્યું- દિલ્હીમાં કાર્યકરોથી મોટા નેતાઓનું અંતર વધ્યું હતું, શિસ્તનો અભાવ હતો
  • દેશમાં ટૂંક સમયમાં કોમન સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા) લાગુ થઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે તેમની ભોપાલ મુલાકાત દરમિયાન આ સંકેત આપ્યા હતા. ભોપાલમાં ભાજપ નેતાઓની બેઠકમાં તેમણે કહ્યું હતું કે CAA, રામમંદિર, કલમ 370 અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓનો નિર્ણય થઈ ચૂક્યો છે. હવે વારો કૉમન સિવિલ કૉડનો છે. આ પહેલાં તેમણે રાજ્યના સિનિયર નેતાઓને પૂછ્યું હતું કે શું દેશમાં બધું બરાબર છે ને? એ પછી તેમણે કૉમન સિવિલ કૉડ (સમાન નાગરિક સંહિતા) વિશે વાત કરી હતી.

    પાર્ટી ઑફિસમાં કૉર કમિટી અને ટોચના નેતાઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે ઉત્તરાખંડમાં કોમન સિવિલ કોડ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે બાકી છે એ પણ ઠીક કરી દેવામાં આવશે, પણ તમારે એવું કોઈ કામ નથી કરવાનું, જેનાથી પાર્ટીને નુકસાન પહોંચે.

    ચિંતા કરશો નહીં, ‘કોંગ્રેસ હજુ નીચે ઊતરશે’

  • આ પહેલાં તેમણે રાજ્યના વરિષ્ઠ નેતાઓને પૂછ્યું હતું કે શું દેશમાં બધું સારું છે? આ પછી તેમણે કોમન સિવિલ કોડના મુદ્દા પર ચર્ચા કરી હતી. શાહે કહ્યું હતું કે આગામી ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવામાં આવશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. કોંગ્રેસ હજુ વધુ નીચે આવશે. કોઈ પડકાર નથી. બેઠકમાં મધ્યપ્રદેશ ભાજપના વડા વી. ડી. શર્મા, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની સાથે પાર્ટીના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

    કોમન સિવિલ કોડ શું છે?
    એના અમલીકરણ સાથે, લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, દત્તક જેવા સામાજિક મુદ્દાઓ દેશમાં એક સમાન કાયદા હેઠળ આવશે. આમાં ધર્મના આધારે કોઈ કોર્ટ કે કોઈ અલગ વ્યવસ્થા રહેશે નહીં. બંધારણની કલમ 44 તેને બનાવવાની સત્તા આપે છે. કેન્દ્ર સરકાર સંસદ દ્વારા જ એનો અમલ કરી શકે છે.

  • કોમન સિવિલ કોડની માગ ક્યારે શરૂ થઈ?
    આઝાદી પહેલાં હિંદુઓ અને મુસ્લિમો માટે અલગ-અલગ કાયદા અમલમાં હતા. એની સામે સૌપ્રથમ મહિલાઓએ વિરોધ કર્યો હતો. ત્યારે ભાજપે એને પોતાના ત્રણ મુખ્ય મુદ્દામાં સમાવેશ કર્યો હતો. આ મુદ્દો 2014ની લોકસભા ચૂંટણીના ઢંઢેરામાં પણ સામેલ હતો.

    શાહે આ મુદ્દાઓ પર જણાવ્યું હતું

    જાતિવાદ પર: જાતિવાદ હવે દેશની વાસ્તવિકતા છે, તેથી આ પ્રમાણે ગણતરી કરીને દરેક જ્ઞાતિના આગેવાનને પદ અને મહત્ત્વ આપવું પડશે.

    2018ની વિધાનસભા ચૂંટણીમાં હાર પર: ભાજપ વિધાનસભા ચૂંટણીમાં હારી ગયું હતું, પરંતુ મત ટકાવારી ઊંચી હતી. ભૂલો થઈ હતી, જેની સમીક્ષા કરવામાં આવી હતી. હવે મુખ્યમંત્રીના પ્રયાસોથી લોકોનો જનમત વધી રહ્યો છે. આ કવાયતમાં સંગઠનની ભૂમિકા આવશ્યક છે. માત્ર સરકારના કામથી ચૂંટણી જિતાતી નથી. સંગઠનની તાકાત ચૂંટણી જિતાડશે.

    નેતાઓના વલણ પર દિલ્હીનું ઉદાહરણઃ દિલ્હીમાં કાર્યકરોથી મોટા નેતાઓનું અંતર વધ્યું. માન ઘટ્યું. શિસ્તનો અભાવ હતો. મધ્યપ્રદેશમાં આવી સ્થિતિ ન હોવી જોઈએ. સંગઠનની દૃષ્ટિએ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને રાજસ્થાન ઉદાહરણો છે. એને જાળવી રાખો.

    સત્તાના લાભાર્થી નેતાઓ પર: સભામાં જેટલા લોકો છે તેઓ સત્તાના લાભાર્થી છે. પછી સીએમ તરફ જોઈને કહ્યું હતું કે આ સૌથી મોટા લાભાર્થી છે. હવે તેમને બૂથ પર જવાની જરૂર છે. દરેક નેતાએ 10 બૂથની મજબૂતાઈનું લક્ષ્ય રાખવું જોઈએ.