અમેરિકાની હોસ્પિટલોમાં અછત સર્જાતા નર્સોને વણવપરાયેલા વીઝા ફાળવાશે

અમેરિકાની હોસ્પિટલોમાં અછત સર્જાતા નર્સોને વણવપરાયેલા વીઝા ફાળવાશે

રશિયામાં ઓમિક્રોનના નવા ૧.૫૫ લાખ કેસ, ૬૬૭નાં મોત  

ન્યુઝીલેન્ડે સરહદો ખોલવાની જાહેરાત કરી, રસી મુકાવનારાને ક્વોરન્ટાઇન થવું નહીં પડે  

પાંચ મિનિટમાં નિદાન કરે તેવો બ્રેથ એનાલાઇઝર કોરોના ટેસ્ટ વિકસાવવામાં આવ્યો  

વોશિંગ્ટન : દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૩૮૪,૪૧૦,૨૧૦ને પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક ૫૬,૯૯,૨૭૩ થયો છે. તેની સામે દુનિયામાં કોરોના રસીના કુલ ૧૦,૧૪૧,૭૭૨,૦૧૯ ડોઝ આપવામાં આવ્યા હોવાનું જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જણાવ્યું હતું.

કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે. યુએસમાં કોરોનાના સૌથી વધારે ૭૫,૬૬૫,૯૩૭ કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક ૮,૯૪,૧૭૪ નોંધાયો છે. દરમ્યાન રશિયામા કોરોનાના નવા ૧,૫૫,૭૬૮ કેસો અને ૬૬૭ મરણ નોંધાયા હતા.

કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે  સૌથી વધારે કેસો ભારતમાં ૪૧,૬૩૦,૮૮૫ નોંધાયા છે અને ૪,૯૭,૯૭૫ જણાના મો ત થયા છે. જ્યારે બ્રાઝિલમાં કોરોનાના કુલ ૨૫,૮૨૦,૭૪૫ કેસો અને ૬,૨૯,૩૦૧ મોત નોંધાયા છે.  યુરોપમાં ફ્રાન્સમાં સર્વાધિક કોરોનાના ૩,૧૫,૩૬૩ કેસો અને ૨૭૬ જણાના મોત નોંધાયા હતા. 

દુનિયામાં એક કરોડ કરતાં વધારે કેસો નોંધાયા હોય તેવા દેશોમાં યુકે ૧૭,૬૩૧,૩૯૨, ફ્રાન્સ ૨૦,૦૦૨,૨૯૯ રશિયા ૧૧,૯૩૬,૦૬૪ જર્મની ૧૦,૧૨૫,૩૪૮ સ્પેન  ૧૦,૧૨૫,૩૪૮ અને ઇટાલી ૧૧,૨૩૫,૭૪૫નો  સમાવેશ થાય છે.

જ્યારે બે લાખ કરતાં વધારે મોત જ્યા થયા છે તેવા દેશોમાં રશિયા ૩,૨૫,૯૮૬, મેક્સિકો ૩,૦૬,૯૨૦ અને  પેરૂ ૨,૦૫,૯૮૫નો સમાવેશ થાય છે.  ન્યુઝિલેન્ડની સરકારે તેની સરહદો ખોલવાની જાહેરાત કરી હતી અને વિદેશથી આવતાં પ્રવાસીઓ માટે ક્વોરન્ટાઇન થવાની જરૂર રહેશે નહીં તેમ જણાવ્યું હતું.

દરમ્યાન યુએસમાં કોરોના મહામારીમાં થાકી ગયેલી નર્સોએ નોકરીઓ છોડી દેતા હાલ હોસ્પિટલોમાં નર્સોની અછત ઉભી થતાં વિદેશથી નર્સોને બોલાવવા માટે તેમના માટે ખાસ વીસા જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમ્યાન અમેરિકન નાગરિકોના સગાંઓને વીસા આપવામાં ન હોઇ આ વણવપરાયેલા વીસા હવે નર્સોને આપવામાં આવશે.

હાલ એકલા કેલિફોર્નિયામાં ૪૦,૦૦૦ નર્સોની જગ્યાઓ ખાલી છે. યુઅસની ઘણી હોસ્પિટલોમાં ફિલિપાઇન્સ, જમૈકા અને અન્ય ઇંગ્લીશ સ્પિકીંગ દેશોમાંથી નર્સો લાવવામાં આવી છે. સપ્ટેમ્બરમાં આ નાણાંકીય વર્ષ પુરૂ થાય તે પહેલા ૨,૮૦,૦૦૦ ગ્રીન કાર્ડ ઉપલબ્ધ છે તેનો લાભ નર્સોને મળી શકે તેમ છે. 

દરમ્યાન વિજ્ઞાાનીઓએ નવો હેન્ડ હેલ્ડ બ્રેથઅનેલાઇઝર ટેસ્ટ વિકસાવ્યો છે જે પાંચ મિનિટ કરતાં ઓછા સમયમાં કોરોનાના ચેપનું નિદાન કરી આપે છે. જર્નલ એસીએસ નેનોમાં વર્ણવાયેલા આ ટેસ્ટને સામૂહિક ધોરણે ઉપયોગમાં લઇ શકાય છે.

આ ટેસ્ટમાં વ્યક્તિએ આ ઉપકરણમાં દસ સેકન્ડ શ્વાસ છોડવાનો રહે છે. જેનું રસાયણિક એનાલિસિસ કરવામાં આવે છે. આ બ્રેથ એનાલાઇઝરમાં પોર્ટેબલ રેમન સ્પેકટ્રોમિટર બેસાડવામાં આવેલું છે. જે શ્વાસનું એનાલિસિસ કરી કોરોનાનો ચેપ લાગ્યો છે કે કેમ તેનું નિદાન કરે છે.