વિશ્વમાં વર્ષ ૩૮ કરોડ લોકો જંતુનાશકોના ઝેરની અસરથી બીમાર પડે છે

વિશ્વમાં વર્ષ ૩૮ કરોડ લોકો જંતુનાશકોના ઝેરની અસરથી બીમાર પડે છે

ઉલટી, ઝાડા, ચક્કર હ્વદય ફેફસા અને કિડની પર ગંભીર અસર જોવા મળે છે.

વિશ્વમાં દર વર્ષે ૧૧૦૦૦ થી વધુ ખેડૂતો કિટનાશક દવાનો ભોગ બને છે.

ન્યૂયોર્ક,17 જાન્યુઆરી,2022,સોમવાર 

ખેતીમાં પાક ઉત્પાદન વધારવા માટે કિટનાશકોનો વપરાશ વધતો જાય છે. રોગ અને જીવાતથી પાકને થતું નુકસાન અટકાવવામાં ૩૮ કરોડ લોકો જંતુનાશકોના ધીમાં ઝેરની અસરથી બીમાર પડે છે જેમને ઉલટી, ઝાડા, ચક્કર અને ચેતાતંત્રને લગતી વિવિધ સમસ્યાઓ જોવા મળે છે. હ્વદય ફેફસા અને કિડની પર ગંભીર અસર જોવા મળે છે.પીવાના પાણી અને સમગ્ર ફૂડ ચેઇનમાં કિટનાશકોનું ઝેર ભળી રહયું છે એમાં શંકાને સ્થાન નથી. કિટનાશકોના વપરાશમાં એશિયા,અમેરિકા કે આફ્રિકા એક પણ ખંડ પાછળ નથી.

મોટા ભાગના ખેડૂતો કે ખેત મજૂરો માસ્ક કે અન્ય સુરક્ષા વિના કિટનાશક દવાનો છંટકાવ કરતા રહે છે આથી દર વર્ષે ૧૧૦૦૦ થી વધુ ખેડૂતો કિટનાશક દવાનો ભોગ બને છે. આ આંકડામાં દવા પીને આત્મહત્યા કરતા ખેડૂતોનો સમાવેશ થતો નથી. કિટનાશકોનો ઉપયોગ ભલે ચોકકસ રોગ કે જીવાતને મારવામાં થતો હોય પરંતુ તેની સાથે ઉપયોગી છોડ, ઔષધિઓ અને પરાગનયનનું કામ કરતા મધમાખી જેવા કિટકો પણ ભોગ બને છે. કેળામાં ફૂલોનો રસ ચૂસતા પતંગિયાના પેટમાં સારા બેકટેરિયા ઘટી જવા માટે કિટનાશકો જવાબદાર હતા. કિટકો અને માણસના શરીરમાં  બેકટેરિયા ખૂબજ મહત્વની ભૂમિકા નિભાવે છે.

 

 

યૂરોપના દેશોમાં અનેક કિટનાશકો પર પ્રતિબંધ મુકવામાં આવે છે પરંતુ એ જ દેશની કંપનીઓ તગડા નફા માટે ભારત જેવા દેશમાં કિટનાશકો વેચી શકે છે. ભલે સજીવખેતીનો પ્રચારક કરવામાં આવતો હોય અને કિટનાશકોનો જોરશોરથી વિરોધ થતો હોય પરંતુ ૨૦૨૦માં કિટનાશી દવાઓ ઉત્પાદન કરતી ટોચની ૪ કંપનીઓના કારોબારમાં ૪ ટકા જેટલો વધારો થયો હતો.  કુલ ૩૧ બિલિયન યૂરો ડોલરનું વેચાણ થયું હતું. કિટનાશક દવાઓના ઉત્પાદનમાં તગડો નફો મળે છે. લોકડાઉન કે કોરોનાકાળમાં પણ ઉત્પાદન કે વેચાણમાં ઘટાડો જોવા મળ્યો નથી. આ અંગે જર્મીનના કેટલાક પર્યાવરણ સમૂહો અને નિષ્ણાતોએ ચિંતા વ્યકત કરી છે.