IPL ઓક્શનની ફાઈનલ યાદી:590 ખેલાડીઓ સામે બોલી લાગશે, જેમાંથી 370 ઈન્ડિયન અને 220 વિદેશી; હરાજી 12-13 ફેબ્રુઆરીએ થશે

IPL ઓક્શનની ફાઈનલ યાદી:590 ખેલાડીઓ સામે બોલી લાગશે, જેમાંથી 370 ઈન્ડિયન અને 220 વિદેશી; હરાજી 12-13 ફેબ્રુઆરીએ થશે

આ વર્ષે IPLનું મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં થશે. મંગળવારે BCCIએ 590 ખેલાડીની લિસ્ટ બહાર પાડવામાં આવી છે. આ ખેલાડીઓમાં 355 અનકેપ્ડ પ્લેયર્સ અને 228 કેપ્ડ પ્લેયર્સ સામેલ થશે. તેવામાં 2 દિવસ સુધી ચાલતા આ મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે, વળી 7 એસોસિએટ દેશના ખેલાડી પણ ઓક્શનનો ભાગ રહેશે. તમને જણાવી દઈએ કે આમાં કુલ 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડી ભાગ લેવા જઈ રહ્યા છે.

આ સમયે ટૂર્નામેન્ટમાં ઘણા મેચ વિસ્ફોટક બેટર્સ ભાગ લઈ રહ્યા નથી. જેમાં વિંડિઝના ખેલાડી ક્રિસ ગેલથી લઈ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક, ઇંગ્લેન્ડના સેમ કરન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જો રૂટ, ક્રિસ વોક્સે પણ ઓક્શનમાં ભાગ લીધો નથી.

48 ખેલાડીઓએ પોતાને 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે ઓક્શનમાં ઉપલબ્ધ રાખ્યા છે. વળી 20 ખેલાડીઓએ 1.5 કરોડની બેઝ પ્રાઈસ રાખી છે. જો 1 કરોડ બેઝ પ્રાઈઝની વાત કરીએ તો આ યાદીમાં 34 ખેલાડીના નામ છે.

33 ખેલાડીઓને રિટેન કરાયા

  • IPL 2022 માટે 33 ખેલાડીઓને રિટેન કરાયા છે. જેમાં 8 ટીમે 27 ખેલાડીઓને રિટેન કરાયા છે. વળી 2 નવી IPL ટીમોએ 6 ખેલાડીઓને પસંદ કર્યા છે. તેવામાં લખનઉની ટીમે રાહુલને 17 કરોડમાં પોતાની ટીમ સાથે જોડ્યો છે.
  • આની સાથે જ રાહુલ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. અગાઉ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને 2018 અને 2021ની સિઝન સુધી 17 કરોડ રૂપિયા જ મળતા હતા. વળી લખનઉએ રાહુલને પોતાની ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે.
  • 2018 પછી IPLનું પહેલું મોટું ઓક્શન થવા જઈ રહ્યું છે. 2018માં 10 ટીમોએ મળીને 33 ખેલાડીઓ પર કુલ 338 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
  • ભારત તરફથી 2 કરોડની બેઝ પ્રાઈસમાં રવિચંદ્રન અશ્વિન સિવાય, શ્રેયસ અય્યર, શિખર ધવન, ઈશાન કિશન, સુરેશ રૈનાના નામ છે. વળી વિદેશી ખેલાડીઓમાં ડેવિડ વોર્નર, કગિસો રબાડા, ડ્વેન બ્રાવો સિવાય પેટ કમિન્સ, એડમ ઝેમ્પા, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, માર્ક વુડ, ટ્રેન્ટ બોલ્ટ અને ફાફ ડુપ્લેસિસ જેવા નામ સામેલ છે.
  • TATAએ ચાઈનીઝ કંપની VIVOની હકાલપટ્ટી કરી
    ચીનની મોબાઈલ ફોન નિર્માતા કંપની VIVO(વિવો) હવે IPLની ટાઈટલ સ્પોન્સર રહેશે નહીં. એને સ્થાને TATA ગ્રુપને IPLનું નવું ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું છે. આવતા વર્ષથી એટલે કે 2023થી આ ટૂર્નામેન્ટ હવે TATA IPL તરીકે ઓળખાશે. ગયા વર્ષે, ચીન અને ભારતમાં તણાવ વચ્ચે VIVO પાસેથી ટાઈટલ રાઈટ્સ ટ્રાન્સફર થઈ શક્યા ન હતા.