ભારત પરત:અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા સાત ગુજરાતીઓને સ્વદેશ પરત મોકલાશે

ભારત પરત:અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા સાત ગુજરાતીઓને સ્વદેશ પરત મોકલાશે

 
  • સાતેય ગુજરાતીઓ કેનેડા સરહદેથી અમેરિકા પહોંચ્યા હતા
  • કેનેડાની સરહદેથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા 7 ગુજરાતીઓને ભારત પરત મોકલવામાં આવશે. આ સાતે ગત સપ્તાહે અમેરિકામાં પ્રવેશ્યા હતા જ્યાં બોર્ડર ક્રોસ કર્યા પછી તુરંત તેઓ બોર્ડર પોલીસના હાથે ઝડપાયા હતા.

    બોર્ડર પેટ્રોલ પોલીસે તમામને યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટને સુપરત કર્યા હતા. ઠંડીના કારણે જીવ ગુમાવનાર ડિંગુચાના હતભાગી પરિવારની સાથે જ તેઓ પ્રવાસ કરી રહ્યા હતા. બાદમાં આ પરિવાર તેમનાથી વિખુટો પડ્યો હતો. સાતેય ગુજરાતીઓ માઇનસ 35 ડિગ્રી ઠંડીમાં 11 કલાક ચાલીને અમેરિકામાં પ્રવેશ્યા હતા.

    હ્યુમન સ્મગલર સ્ટીવ શેન્ડની મદદથી તેઓ અમેરિકામાં આવ્યા હતા. અમેરિકામાં આવ્યા બાદ કોઈ તેમને આગળ લઈ જશે એવી તેમને અપેક્ષા હતી પણ કોઈ આવ્યું નહોતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાતે લોકો ગુજરાતી બોલતા હતા તથા તેઓ ભાંગ્યુતુટ્યું અંગ્રેજી બોલી શકતા હતા.