હવે નિયોકોવ વેરિયન્ટનો ડર:વુહાનના વૈજ્ઞાનિકોનો મોટો દાવો- આ સંક્રમણથી 3 દર્દીમાંથી 1નું મોત થશે, દક્ષિણ આફ્રિકામાં મળ્યો આ વેરિયન્ટ

હવે નિયોકોવ વેરિયન્ટનો ડર:વુહાનના વૈજ્ઞાનિકોનો મોટો દાવો- આ સંક્રમણથી 3 દર્દીમાંથી 1નું મોત થશે, દક્ષિણ આફ્રિકામાં મળ્યો આ વેરિયન્ટ

 

કોરોના વાઇરસ વિશે ચીનના વુહાન શહેરના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક ચેતવણી જાહેર કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, NeoCov નામના વધુ એક વેરિયન્ટે દુનિયામાં પ્રવેશ કરી લીધો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નવો વેરિયન્ટ ઓમિક્રોન કરતાં પણ વધારે સંક્રમિત છે અને એમાં 3માથી 1 સંક્રમિત વ્યક્તિનું મોત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નવો વેરિયન્ટ સાઉથ આફ્રિકામાંથી મળ્યો છે. રશિયન ન્યૂઝ એજન્સી સ્પુતનિકના જણાવ્યા પ્રમાણે, કોરોના વાઇરસનો આ નવો પ્રકાર ઘણો વધારે સંક્રમિત છે અને એનાથી મૃત્યુદર વધારે છે.

જોકે રિપોર્ટ પ્રમાણે NeoCov વેરિયન્ટ નવો નથી. આ પહેલાં વર્ષ 2012 અને 2015માં પશ્ચિમ એશિયાના દેશોમાં આ વેરિયન્ટનો પ્રકોપ જોવા મળ્યો હતો. આ વાઇરસ SARS-CoV-2 જેવો છે, જેમાંથી માણસોમાં કોરોના વેરિયન્ટનું સંક્રમણ ફેલાય છે. નોંધનીય છે કે સાઉથ આફ્રિકામાં અત્યારે પણ NeoCov વેરિયન્ટ ચામરચીડિયામાં જોવા મળ્યો છે અને હાલ એ માત્ર પશુઓમાં જ જોવા મળ્યો છે.

બાયોરેક્સિવ વેબસાઈટમાં પ્રકાશિત એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે NeoCov અને તેના સહયોગી PDF-2180-Cov માણસોને સંક્રમિત કરે છે. વુહાન યુનિવર્સિટી અને ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સના રિસર્ચર્સના જણાવ્યા પ્રામણે, આ નવા કોરોના વેરિયન્ટને માણસોની કોશિકાઓને સંક્રમિત કરવા માટે માત્ર એક મ્યૂટેશનની જરૂર પડે છે. રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નવા વેરિયન્ટને કારણે વધુ લોકોનાં મોત થઈ શકે છે.

રશિયાના વાયરોલોજી અને બાયોટેક્નોલોજી વિભાગે NeoCov વિશે આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલ આ નવો કોરોના વેરિયન્ટ માણસોમાં સક્રિય રીતે ફેલાવા માટે સક્ષમ નથી. અત્યારે સવાલ એ નથી કે નવો વેરિયન્ટ લોકોમાં ફેલાયો છે કે નહીં, પરંતુ એની ક્ષમતા અને જોખમ વિશે તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે આખી દુનિયા અત્યારે કોરોના વાઇરસની ત્રીજી લહેર ઓમિક્રોન અને તેના સબ વેરિયન્ટ BA.2નો સામનો કરી રહી છે. ભારત સહિત ઘણા દેશોમાં BA.2ના ઘણા કેસ સામે આવી રહ્યા છે. દુનિયાના અંદાજે 40 દેશોમાં તેની પુષ્ટિ થઈ ગઈ છે. UKHSA પ્રમાણે, ઓમિક્રોનની સરખામણીએ આ વેરિયન્ટ ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડેનમાર્કમાં પણ BA.2ના વધારે કેસ જોવા મળ્યા છે. ડેનમાર્કના રિસર્ચસે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે નવા વેરિયન્ટના કારણે ઓમિક્રોન મહામારીની બે અલગ-અલગ પીક આવી શકે છે. આ સંજોગોમાં NeoCovએ લોકોની ચિંતા વધારી દીધી છે.

મ્યૂટેશન અને વેરિયન્ટ શું છે?
મ્યૂટેશન એટલે કે વાઇરસના મૂળ જીનોમિક સંરચનામાં થનારા ફેરફારો છે. આ ફેરફારો જ વાઇરસને નવું સ્વરૂપ આપે છે, જેને વેરિયન્ટ કહેવાય છે.

અત્યારસુધી WHOના કેટલા વેરિયન્ટને જોખમી જાહેર કરાયા છે
WHO સમયાંતરે સમીક્ષા કરીને વેરિયન્ટને ઈન્ટેરસ્ટ અને કન્સર્નની કેટેગરીમાં મૂકે છે. કોઈ વેરિયન્ટની કેટેગરી બદલાતાં પહેલાં ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ એનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરે છે. ગ્રુપની ભલામણો પછી વેરિયન્ટની કેટેગરી બદલવાનો નિર્ણય લેવામાં આવે છે.