શિક્ષણ:MBBSની પરીક્ષામાંથી 5 ‘મુન્નાભાઈ’ પકડાયા મોબાઇલમાં PDF જોઈને જવાબો લખતા હતા

શિક્ષણ:MBBSની પરીક્ષામાંથી 5 ‘મુન્નાભાઈ’ પકડાયા મોબાઇલમાં PDF જોઈને જવાબો લખતા હતા

કેટલાક વિદ્યાર્થી હેડ ફોન લગાડી ચોરી કરતા હતા, તમામને જે તે વિષયમાં 0 માર્ક સાથે રૂ. 500નો દંડ

સરકારી મેડિકલ કોલેજમાંથી 5 વિદ્યાર્થી ચોરી કરતા પકડાયા છે. ફોનમાં PDFમાંથી જવાબ લખતી વેળા નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લીધા હતા. પાંચેયને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ.500 દંડ કર્યો છે. જાન્યુ.માં MBBSના જુદા જુદા યરની પરીક્ષા ઓફલાઇન લેવાઈ હતી. જેમાં સ્ક્વોર્ડે સેકન્ડ યરના 3 અને થર્ડ યર પાર્ટ એકના 2 એમ 5 વિદ્યાર્થીને ફોન સાથે પકડયા હતા.જેઓ હેડ ફોન લગાડી કે પછી બીજા ફોનમાંથી જવાબ લખતા પકડાયા હતા.

હીયરિંગમાં 30 વિદ્યાર્થીએ ભૂલ કબૂલી લીધી હતી
યુનિવર્સિટીએ ગુરૂવારે 30 વિદ્યાર્થીનું હિયરિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ભૂલ કબૂલી લેતા તેમને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો છે.

15 વિદ્યાર્થી વોટ્સએપ પર ગ્રુપ બનાવી ચોરી કરતા હતા
વિદ્યાર્થીઓ પરીક્ષામાં વોટ્સએપ પર ગ્રુપ બનાવી તેમાં જવાબોના સ્ક્રિનશોર્ટ એક બીજાને મોકલતા હતા. જેથી યુનિવર્સિટીએ આવા 15 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો હતો.