દર્દનાક મોત : અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લાયમાં 4 પટેલ કેનેડા બોર્ડર પર -35 ડીગ્રીમાં થીજી ગયાં, અમદાવાદ કાઇમબ્રાન્ચ કલોલ પહોંચી, એજન્ટની તપાસ શરૂ

દર્દનાક મોત : અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લાયમાં 4 પટેલ કેનેડા બોર્ડર પર -35 ડીગ્રીમાં થીજી ગયાં, અમદાવાદ કાઇમબ્રાન્ચ કલોલ પહોંચી, એજન્ટની તપાસ શરૂ

  • 4 મૃતક ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના છે
  • મૃતકોમાં પતિ-પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો
  • કેનેડામાં ભારે બરફવર્ષાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ઼્યો છે. આ દરમિયાન કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયનાં ઠંડીને કારણે મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી છે. પ્રાથમિક રિપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યનાં ઠંડીને કારણે મોત થયાં છે, જેમાં મૃતકોમાં પતિ-પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. એ ઉપરાંત આ મૃતકો ઉત્તર ગુજરાતનાં કલોલ તાલુકાના પટેલ પરિવારનાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

    શકમંદ એજન્ટની કડી મળી, લેપટોપ કબ્જે કર્યું
    હચમચાવી દેતી આ ઘટનામાં પરિવારને ગેરકાયદે અમેરિકા મોકલવામાં કલોલના એક એજન્ટ અને તેના પેટા એજન્ટનો રોલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ બનાવ બાદ એક શકમંદ એજન્ટની કડી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી છે. જ્યાંથી લેપટોપ પણ કબજે કર્યું છે.આ શકમંદ એ જ એજન્ટ છે કે નહીં તેની ખરાઈ કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તપાસ કરી રહ્યાં છે. ટૂંક સમયમાં આ એજન્ટની સંડોવણી છે કે નહીં તે અંગે ખુલાસો થઈ શકે છે.

    બાળકોના કપડાં, ડાયપર અને રમકડાં મળ્યાં
    પોલીસ ફરિયાદ મુજબ આ તમામ લોકો ગુજરાતીમાં વાતો કરતા હતા. સ્નો હટાવી રહેલી ટ્રકના ડ્રાઇવરે કહ્યું હતું કે તેનો 19 જાન્યુઆરીના રોજ એજન્ટ શેન્ડ સાથે ભેટો થયો હતો. શેન્ડની ધરપકડ બાદ આ ભારતીયો કેનેડાની બોર્ડર પાર કરી રહ્યા હતા અને તેમને અમેરિકામાંથી કોઈ લેવા માટે આવી રહ્યું હોવાની આશંકા હતી. કેનેડામાં ઊતર્યા બાદ તેઓ સવા અગિયાર કલાક સુધી ચાલ્યા હતા. તેમની સાથે રહેલા 4 લોકો અગાઉથી તેમના લોકેશન પર આવી ગયા હતા. તેમની બેગમાંથી બાળકોનાં ડાયપર, રમકડાં, બાળકોની દવા, કપડાં મળ્યાં છે.

  •  

    અમેરિકન બોર્ડરથી માત્ર 10 મીટર દૂરથી મૃતદેહો મળ્યા
    રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ મુજબ, અધિકારીઓને ત્રણ લોકોના મૃતદેહો મળ્યા હતા. તેઓ અમેરિકાની બોર્ડરથી માત્ર 10 મીટર જ દૂર હતા. ત્યાર બાદ પોલીસે વધુ શોધખોળ કરતાં થોડે દૂરથી વધુ એક મૃતદેહો મળ્યો હતો.

  • ફ્લોરિડાના એજન્ટની ધરપકડ
    આ ચારેય મૃતદેહો મળ્યા બાદ ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખસ 7 ભારતીયને ગેરકાયદે ઘુસાડવામાં સામેલ હોવાની આશંકા છે. કોર્ટ ડોક્યુમેન્ટ મુજબ આ લોકોએ કેનેડામાં ઘૂસવા માટે મોટી રકમ લઈને ગેરકાયદે સ્ટુડન્ટ વિઝા અપાવી ઘૂસણખોરી કરાવતો હતો. કેનેડા પોલીસ તપાસમાં માનવ તસ્કરીનું મોટું રેકેટ બહાર આવે એવી શક્યતા છે.
  • ચારેય ભારતીયો ગુજરાતીમાં વાતો કરતા હતા
    ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, લૉ એન્ફોર્સમેન્ટે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે બે મુસાફરો વાનમાં હતા. કોઈપણ પ્રકારના દસ્તાવેજો વિના મુસાફરી કરનારા ભારતીય નાગરિકોને લઈને એજન્ટ મી, શાંદ આ વાન ચલાવી રહ્યા હતા. નોર્થ ડાકોટામાં બોર્ડર પેટ્રોલ સ્ટેશન પાસે પહોંચીને સ્ટીવ સેન્ડ બે મુસાફરો સહિત વધુ પાંચ અન્ય મુસાફરોને વાનમાં બેસાડવા પ્રયત્ન કરી રહ્યા હતા. લૉ એન્ફોર્સમેન્ટના જણાવ્યા પ્રમાણે, પાંચ ભારતીયો કનેડિયન બોર્ડરની થોડેક દૂર બરફમાં ચાલી રહ્યા હતા. આ દરમિયાન સ્ટીવ સેન્ડની ધરપકડ કરી લેવામાં આવી હતી. લૉ એન્ફોર્સમેન્ટના જણાવ્યા પ્રમાણે, આ તમામ ભારતીયો સતત 11 કલાક સુધી ચાલીને બોર્ડર ક્રોસ કરી ચૂક્યા હતા. પાંચેય જણાએ ગરમ કપડાં પહેર્યાં હતાં. બ્લેક કલરના મોજા, હૂૃડી સહિતનાં ગરમ કપડાં તેમના શરીર પર હતાં. આ તમામ ભારતીય નાગરિકો ગુજરાતીમાં વાતો કરતા હતા.

    ભારતીય નાગરિકોનાં અતિશય ઠંડીને કારણે મોત થયાં
    અમેરિકા-કેનેડાની બોર્ડર પર હૃદયદ્રાવક દુર્ઘટનામાં ચાર ભારતીય નાગરિકનાં અતિશય ઠંડીને કારણે મોત થયાં છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. જોકે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે. મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ ગુરુવારે જણાવ્યું હતું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે ચાર શબ મળ્યા હતા, જેમાં બે શબ વયસ્કોના,એક કિશોર અને એક બાળક છે, જ્યારે શબ બરામદ થયા ત્યારે ત્યાં માઇનસ 35 ડીગ્રી તાપમાન હતું.

  • ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા
    અમેરિકન અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે માનવામાં આવી રહ્યું છે કે મૃતક ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકાની સરહદમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરસીએમપીના મદદનીશ કમિશનર જેન મૈક્લેચીએ કહ્યું હતું કે આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. પ્રારંભિક તપાસમાં લાગે છે કે તમામનાં મોત ઠંડીમાં ઠૂંઠવાઈ જવાને કારણે થયાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આરસીએમપીનું માનવું છે કે ચારે મૃતક એ ગ્રુપનો હિસ્સો હતા જેમને બોર્ડરની નજીક અમેરિકન ક્ષેત્રથી પકડવામાં આવ્યા છે. ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા છે.

  •  

    ચાર કલાકની શોધખોળ બાદ મૃતદેહો મળ્યા
    રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસના આ ખૂબ જ પ્રારંભિક તબક્કે એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમાં થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતદેહ મળ્યા પહેલાં એ જ દિવસે યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલાં જ બોર્ડર ઓળંગી ગયા હતા. એને કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. ચાર કલાકની શોધખોળ બાદ પહેલા મૃતદેહો મળી આવ્યા હતા.

    એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયાસો બંધ છે
    તેમણે કહ્યું, ‘અમે ખૂબ જ ચિંતિત છીએ કે આ બોર્ડર પાર કરવાના પ્રયાસને કોઈ રીતે સુવિધા આપવામાં આવી હોઈ શકે છે અને જ્યારે હવામાન માઈનસ 35 ડીગ્રી સેલ્સિયસની આસપાસ હતું ત્યારે એક બાળક સહિત આ વ્યક્તિઓ ભારે હિમવર્ષા વચ્ચે તેમના જ હાલ પર છોડી દેવામાં આવ્યા હતા.’ તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે આ પીડિતોને માત્ર ઠંડા હવામાનનો જ નહીં, પણ લાંબાં મેદાનો, ભારે હિમવર્ષા અને સંપૂર્ણ અંધકારનો પણ સામનો કરવો પડે છે. ઇમર્સન એ માર્ગ પર છે, જેનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે બોર્ડર પાર કરવા માટે કરે છે. એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયાસો બંધ છે, કારણ કે રોગચાળાને કારણે સરહદ બંધ કરવામાં આવી છે.

  • ( Source - Divyabhaskar )