ઈન્ડોનેશિયા:આને કહેવાય નસીબ, માછીમાર માછલી પકડવા દરિયા કિનારે ગયોને હાથ લાગ્યો ‘ખજાનો’, જાળમાં આઈફોન અને મેકબુકના બોક્સ ફસાયા

ઈન્ડોનેશિયા:આને કહેવાય નસીબ, માછીમાર માછલી પકડવા દરિયા કિનારે ગયોને હાથ લાગ્યો ‘ખજાનો’, જાળમાં આઈફોન અને મેકબુકના બોક્સ ફસાયા

  • માછીમારની જાળમાં આઈફોન અને મેકબુકના બોક્સ ફસાયા
  • માછીમારે ફોટો શેર કરતા લખ્યું, ‘આ રીતે બદલાય છે નસીબ.’
  • કહેવાય છે કે જો વ્યક્તિનું નસીબ સાથ આપે તો તે પળવારમાં ધનવાન બની જાય છે. તેના અનેક ઉદાહરણો આપણે જોતા રહીએ છીએ. કોઈને લોટરી લાગી તો કોઈને જેકપોટ. આવો જ એક કિસ્સો ઈન્ડોનેશિયામાં જોવા મળ્યો છે. જ્યાં એક માછીમારની કિસ્મત રાતો રાત બદલાઈ ગઈ. તે સમુદ્રમાં માછલી પકડવા ગયો હતો અને તેના હાથમાં કરોડો રૂપિયાનો ખજાનો લાગી ગયો.

    ઈન્ડોનિશેયાના માછીમારનું નસીબ ચમકી ઉઠ્યું
    મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ઇન્ડોનેશિયાના બાંગકા બેલિતુંગમાં એક માછીમાર માછલી પકડવા માટે દરિયા કિનારે પહોંચ્યો હતો. તે બોટમાં જાળ લઈને દરિયાકિનારે માછલી પકડી રહ્યા હતો, તેણે દરિયામાં જાળ ફેંકી, અને માછલી જાળમાં ફસાય તેની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ જ્યારે તેણે જાળ પાછી ખેંચી તો બધા દંગ રહી ગયા. આ જાળમાં માછલીઓ ફસાઈ ન હતી, પરંતુ કેટલાક બોક્સ જાળમાં ફસાઈ ગયા હતા.

  • ત્યારબાદ માછીમારે બોક્સ ખોલવાનું શરૂ કર્યું. માછીમારે જ્યારે બોક્સ ખોલ્યું તો તેમાંથી જે વસ્તુ નીકળી તે જોઈને તે આશ્ચર્યચકિત રહી ગયો. હકીકતમાં આ બોક્સમાં એપલની વિવિધ પ્રોડક્ટ્સ હતી. તેમાં આઈફોન, આઈપેડ અને મેકબુક હતી. તેની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
  • માછીમારે ઘટનાની જાણકારી આપી
    ત્યારબાદ માછીમારી આ ઘટનાની જાણકારી સોશિયલ મીડિયા પર આપી. માછીમારે ફોટો શેર કરતા લખ્યું, ‘આ રીતે બદલાય છે નસીબ.’જેને પણ આ ઘટનાની જાણ થઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. માછીમારે જણાવ્યું કે, બોક્સમાં પેકિંગ પ્રોટક્ટ્સ પાણીના કારણે ખરાબ નથી થઈ. તેને જણાવ્યું કે, પેકિંગ એટલું સારી રીતે કરવામાં આવ્યું હતું કે એકપણ વસ્તુને નુકસાન નથી થયું.
  • ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અમેરિકાના ફ્લોરિડાથી એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક વ્યક્તિ તેના મિત્રો સાથે મસ્તી કરવા ગયો હતો, પરંતુ ત્યાં તેને પાણીમાં એકસાથે ઘણા પેકેટ તરતા જોવા મળ્યા. આ તમામ પેકેટમાં મળીને લગભગ 30 કિલો કોકેઈન હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ સાડા સાત કરોડ રૂપિયા હતી.