નવા વર્ષની ભેટ:UAEની સરકારી ઓફિસમાં સાડા ચાર દિવસનું વર્કિગ વીક હશે, આવું કરનાર પ્રથમ દેશ

નવા વર્ષની ભેટ:UAEની સરકારી ઓફિસમાં સાડા ચાર દિવસનું વર્કિગ વીક હશે, આવું કરનાર પ્રથમ દેશ

નવુ વર્કિંગ કેલેન્ડર 1 જાન્યુઆરી 2022થી લાગુ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે

 

યુનાઈટેડ આરબ અમીરાત(UAE) દેશના કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપવા જઈ રહ્યું છે. 1 જાન્યુઆરી 2022થી સપ્તાહમાં સાડા ચાર દિવસ જ કામ થશે. બાકીના અઢી દિવસ રજા રહેશે. UAE સરકારે આ અંગે ઓફિશિયલ નિવેદન બહાર પાડ્યું છે.

આ અંગેનો પરિપત્ર તમામ સરકારી ઓફિસોમાં મોકલવામાં આવશે. UAE વિશ્વનો પ્રથમ દેશ છે, જ્યાં સાપ્તાહિક કામના કલાકોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વિશ્વના મોટાભાગના દેશોમાં હાલ ફાઈવ વર્કિંગ ડેનું કલ્ચર છે.

ખાનગી સેક્ટર પણ આ નિયમ લાગુ કરી શકે છે
UAEના ન્યુઝ પેપર ધ નેશનલના જણાવ્યા મુજબ નવુ વર્કિંગ કેલેન્ડર 1 જાન્યુઆરી 2022થી લાગુ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. જેથી કરીને તેને લાગુ કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે. UAEમાં જે પ્રકારના નિયમો હાલ અસતિત્વમાં છે, તેના પરથી લાગી રહ્યું છે કે દેશનું ખાનગી સેક્ટર પણ આ પ્રકારના પગલા ઉઠાવશે.

શુક્રવારે અડધો દિવસ
શુક્રવારે અડધો દિવસ રહેશે. જ્યારે શનિવાર અને રવિવારે સંપૂર્ણ રજા રહેશે. શુક્રવારે કર્મચારી જો વર્ક ફ્રોર્મ હોમ કરવા ઈચ્છશે તો પણ કરી શકશે. દુબઈ અને આબુધાબીમાં સરકારની જાહેરાતના પગલે હાલ ખુશીનો માહોલ છે.

એક અહેવાલ મુજબ ઝડપથી દેશની તમામ સ્કુલો અને કોલેજો આ નિયમોનો અનુસરશે. આ અંગે અલગથી પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. જોકે હાલ સ્કુલો અને ખાનગી સેક્ટર માટે કોઈ પણ પ્રકારની અલગ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી નથી. કંપનીઓ આ અંગે પોતે નિર્ણય કરશે.

પ્રોડક્ટિવિટીમાં વધારો કરવાનો હેતુ
UAE સરકારના મીડિયા સેલે કહ્યું કે જો કર્મચારીઓને કામને બદલે આરામ આપવામાં આવશે તો તેમની પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. તેના કારણે દેશને ફાયદો થશે. UAEએ છેલ્લા 2006માં વર્કિંગ પેટર્ન ચેન્જ કરી હતી. ત્યારે ગુરુવાર-શુક્રવારની જગ્યાએ શુક્રવાર-શનિવારે રજાની જાહેરાત કરવામાં આવી હતી.

સરકારનું કહેવું છે કે તે ગ્લોબલ માર્કેટ્સની પેટર્નને ફોલો કરવા માંગે છે. 1971થી 1999 સુધી દેશમાં 6 દિવસ કામ થતુ હતું. જોકે 1999માં તેને બદલીને પાંચ દિવસ અને હવે સાડા ચાર દિવસ કરવામાં આવી છે.