ત્યાગાશ્રમ:સુરતમાં 14 વિદેશના, 29 સ્નાતક, 42 ઈજનેર, 13 અનુસ્નાતક સહિત 54 યુવાનોનું મહંત સ્વામીના સાંનિધ્યમાં દીક્ષા ગ્રહણ

ત્યાગાશ્રમ:સુરતમાં 14 વિદેશના, 29 સ્નાતક, 42 ઈજનેર, 13 અનુસ્નાતક સહિત 54 યુવાનોનું મહંત સ્વામીના સાંનિધ્યમાં દીક્ષા ગ્રહણ

પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ડોક્ટર, ઈજનેર, ગ્રેજ્યુએટ સહિતની ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા વડોદરાના 11 સહિત કુલ 109 યુવાનો દીક્ષા ધારણ કરશે. જે પૈકી 54 યુવકોને વડોદરાના ચાણસદ મુકામે મંગળવારે દીક્ષા અપાઈ હતી. જેમાં 14 વિદેશના, 29 સ્નાતક, 42 ઈજનેર, 13 અનુસ્નાતક સહિત 54 યુવાનોએ મહંત સ્વામી મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી. 2 તબક્કામાં યોજાનાર દીક્ષા મહોત્સવના પ્રથમ દિવસે 54 સુશિક્ષિત યુવાનોએ ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી પરિજનોનો ત્યાગ કરી વસુધૈવ કુટુંબકમનો પંથ સહર્ષ સ્વીકાર્યો હતો.

આ યુવાનોએ બીએપીએસના સારંગપુર સ્થિત 4 દાયકાથી કાર્યરત સંત તાલીમ કેન્દ્ર ખાતે 3 વર્ષની તાલીમ મેળવી છે. આદિવાસીથી અમેરિકાવાસી પરિવારના, ઉચ્ચ શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દી ધરાવતા, માતા-પિતાના એક માત્ર સંતાન હોય તેવા એમ અનેકવિધ વિવિધતા ધરાવતા યુવાનોએ દીક્ષા લીધી હતી. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત હતા કે એમના જીવનમાંથી સૌને પ્રેરણા મળે છે. આવા યુવાન અને પવિત્ર સંતો આપણા દેશનું અને સંસ્કૃતિનું ગૌરવ વધારશે.