ભાજપ એટલે પાટીદાર, એવું કંઇ નથી, પાટીદારો બધા પક્ષોની સાથે

ભાજપ એટલે પાટીદાર, એવું કંઇ નથી, પાટીદારો બધા પક્ષોની સાથે

નરેશ પટેલ બાદ SPG નેતા લાલજી પટેલ મેદાને

કેન્દ્રીય મંત્રી રૂપાલા - માંડવિયાના નિવેદન બાદ પાટીદારોમાં ભાગલા : ફરી પાટીદારો સરકાર સામે બાંયો ચઢાવવાના મૂડમાં 

અમદાવાદ : જનઆર્શિવાદ યાત્રા  વખતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરષોતમ રૂપાલાએ એવુ નિવેદન કર્યુ કે, ભાજપ એટલે પાટીદાર. આ મામલે હવે પાટીદારોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ બાદ હવે એસપીજી નેતા લાલજી પટેલે પણ એવી ટિપ્પણી કરી છેકે, ભાજપ એટલે પાટીદાર, એવુ કઇ નથી.કોઇ એવુ ભૂલમાં ય માની ન લે. પાટીદારો આપ-કોંગ્રેસ સહિત બધાય રાજકાય પક્ષોની સાથે છે. પાટીદાર મંત્રીઓના નિવેદન બાદ પાટીદારો આગેવાનોની આવી પ્રતિક્રિયા આવતાં ભાજપની ચિંતા વધી છે. 

આગામી વિધાનસભાની ચૂંટણીને જોતાં કેન્દ્રીય મંત્રીમંડળમાં પાટીદાર મંત્રી રૂપાલા અને મનસુખ માંડવિયાને રાજકીય પ્રમોશન અપાયુ છે. પણ જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં પાટીદારો જોડાઇ રહ્યા છે  તે જોતાં ભાજપની કેન્દ્રીય-ગુજરાતની નેતાગીરી ચિંતામાં મૂકાઇ છે.

આ કારણોસર જ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ ગુજરાતમાં ખાસ કરીને પાટીદારોના ગઢ સમાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જન આર્શિવાદ યાત્રાના બહાને અંડિગા જમાવ્યા છે. પાટીદારોને રિઝવવાનો આ એક રાજકીય પ્રયાસ છે પણ હજુય પાટીદારો ભાજપની ખુશ નથી.

ગુજરાતમાં અત્યારે ફરી પાટીદારો સરકાર સામે બાંયો ખેચવાના મૂડમાં છે. એસપીજી નેતા લાલજી પટેલનું કહેવુ છેકે, ભાજપ સરકાર પહેલાં પાટીદાર સમાજના પ્રશ્નો હલ કરે પછી ભાજપ એટલે પાટીદાર એવુ કહી શકે. પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલાં પરિવારોને હજુ સરકારે આૃર્ધ સરકારી કે સરકારી નોકરી આપી નથી.

ખુદ સરકારે નોકરી આપવાની બાંહેધરી આપી હતી. એટલું જ નહીં, સરકારે પાટીદારો સામે નોંધાયેલાં પોલીસ કેસ પણ પાછા ખેચ્યાં નથી. પાટીદાર આગેવાનોને મળીને સરકારમાં આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરાશે. જો પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવા વિચારીશુ. જે પક્ષ પાટીદારોના પ્રશ્ન ઉકેલશે તેની સાથે પાટીદારો રહેશે. 

એસપીજીએ આગામી તા.26 ઓગષ્ટે પાટીદાર બલિદાન ઉજવવા આયોજન કર્યુ છે. આ દિવસે પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલાં પાટીદારોને શ્રધૃધાજંલિ આપવામાં આવશે અને પોલીસ કેસો પાછા ખેચવા, શહીદ પાટીદારોના પરિવારજનોને નોકરી આપવાની માંગ કરાશે. ટૂંકમાં, પાટીદાર કેન્દ્રીય મંત્રીઓની જનઆર્શિવાદ યાત્રા પછી ય પાટીદારોમાં ભાજપ વિરૂધૃધ સૂર ઉઠી રહ્યો છે જે ભાજપ માટે ચિંતાજનક રાજકીય નિશાની છે.