ભારતના ભાગલા અંગે શિવસેનાનો નવો એંગલ:સંજય રાઉતે કહ્યું- જો ગોડસેએ ગાંધીજીને બદલે મહમદ અલી ઝીણાને માર્યાં હોત તો દેશના ભાગલા અટકાવી શકાયા હોત

ભારતના ભાગલા અંગે શિવસેનાનો નવો એંગલ:સંજય રાઉતે કહ્યું- જો ગોડસેએ ગાંધીજીને બદલે મહમદ અલી ઝીણાને માર્યાં હોત તો દેશના ભાગલા અટકાવી શકાયા હોત

જ્યાં સુધી ભાગલાને લીધે અલગ થયેલા ભાગને દેશમાં સામેલ ન કરી શકાય ત્યાં સુધી ભારતના ભાગલાનું દુખ કેવી રીતે ઓછું થઈ શકે છે

 

મહારાષ્ટ્રના શિવસેના સાંસદ સંજય રાઉતે અફઘાનિસ્તાનમાં વર્તમાન સમયમાં જે સ્થિતિ સર્જાઈ છે તેની તુલના ભારતના ભાગલા થયા તે સમય સાથે કરી છે. તેમણે આ સ્થિતિમાં એક નવો એંગલ પણ જોડ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાની સાપ્તાહિક કોલમ 'રોખઠોક'માં સંજય રાઉતે લખ્યું કે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ ભારતના ભાગલા થયા તે સમય જેવી છે. ત્યાની સ્થિતિ યાદ અપાવી રહી છે કે કોઈ દેશનું અસ્થિત્વ અને સંપ્રભૂતા ખતમ થવાનું દુખ કેવું હોય છે.

સંજય રાઉતના મતે, જો નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની બદલે મહમદ અલી ઝીણાને માર્યા હોત તો દેશનું વિભાજન અટકાવી શકાયું હોત. જો આમ થયું હોત તો 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાની જરૂર પડી ન હોત. હકીકતમાં સ્વતંત્રતા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેક વર્ષ 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે યાદ કરવાની જાહેરાત કરી હતી.

અખંડ ભારતની રચના શક્ય જણાતી નથી
સંજય રાઉતે લખ્યું છે કે જ્યાં સુધી ભાગલાને લીધે અલગ થયેલા ભાગને દેશમાં સામેલ ન કરી શકાય ત્યાં સુધી ભારતના ભાગલાનું દુખ કેવી રીતે ઓછું થઈ શકે છે. કેવી રીતે મનને શાંતિ મળી શકે છે. એવું લાગે છે કે અખંડ ભારત બનાવવું જોઈએ, પણ આ શક્ય લાગતુ નથી. જોકે, આપણી આશા ટકેલી છે. જો વડાપ્રધાન અખંડ ભારત ઈચ્છે છે તો આ બાબતનું હું સ્વાગત કરું છું, પણ તેમણે જણાવવું પડશે કે પાકિસ્તાનના 11 કરોડ મુસ્લિમો અંગે શું કરશું.

અખંડ ભારતની વાત કરનારે બે રાષ્ટ્રની થિયરી માની લીધી
રાઉતે કહ્યું કે અખંડ ભારતની તરફેણ કરનારાઓએ મુસ્લિમ લીગ અને ટૂ-નેશન થિયરીના વિચારને સ્વીકારી લીધો હતો અને તેમની સામે કોઈ જ લડાઈ લડવામાં આવી ન હતી. મહાત્મા ગાંધી પોલિટીક્સમાં એક્ટિવ ન હતા ત્યારે અંગ્રેજોએ મુસ્લિમોને અલગ મતદાતાઓ તરીકે રજૂ કરી દીધા હતા. જવાહરલાલ નેહરુએ આઝાદી બાદ મુસ્લિમોને અલગ મતદાતા માનવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે ગાંધીએ મુસ્લિમ નેતાઓની ખોટી માગણીઓ સ્વીકારી નહીં તો તેમણે કોંગ્રેસ છોડી દીધી.