ભારતમાં જેમને ડર લાગે છે તે અફઘાનિસ્તાન ચાલ્યા જાય

ભારતમાં જેમને ડર લાગે છે તે અફઘાનિસ્તાન ચાલ્યા જાય

અફઘાનિસ્તાનમાં પેટ્રોલ પણ સસ્તુ છેઃ સપાના સાંસદે તાલિબાનનું સમર્થન કર્યું

 

ભાજપની યાદીમાં એક દેશ વધ્યો

ભાજપના સાંસદનું વિવાદિત નિવેદન

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યો છે તેને લઈને ભારતમાં પણ રાજકારણ શરુ થઈ ગયું છે. પહેલા સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદ ડો. શફીકુર્રરહમાન બર્કે તાલિબાનને સમર્થન આપતું નિવેદન કર્યુ હતું, જેના પર વિવાદ સર્જાયો હતો અને કેસ પણ નોંધાયો હતો. હવે ભાજપના વિધાનસભ્ય હરિભૂષણ ઠાકુરે નિવેદન આપ્યું છે જેના પર વિવાદ સર્જાવવો નક્કી છે. 

બિહારના ભાજપના વિધાનસભ્ય હરિભૂષણ ઠાકુર બચૌલે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિની ભારત પર કોઈ અસર નહી પડે. પણ જે લોકોને ભારતમાં ડર લાગી રહ્યો છે તે અફઘાનિસ્તાન જઈ શકે છે. ત્યાં પેટ્રોલ-ડીઝલ પણ સસ્તું છે. આમ ભાજપ પાસે હવે પાકિસ્તાન પછી એક દેશ વધ્યો છે જ્યાં તે કહી શકે કે ત્યાં ચાલ્યા જાવ. 

જેડીયુના નેતા ગુલામ રસૂલ બલિયાવીના બધા ધર્મના લોકોને ભારત લાવવાના નિવેદન પર પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે દેશનું વિભાજન જ ધર્મના નામે થયું હતું. આ લોકો ફરીથી દેશને વિભાજીત કરશે. જો ભારતના લોકો પોતાના સંભાળશે નહીં તો આપણો દેશ પણ અફઘાનિસ્તાન અને તાલિબાન બની જશે. લોકો સમજી રહ્યા નથી અને ફક્ત વોટના ચશ્માથી જોઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીયોએ અફઘાનિસ્તાનને જોવું જોઈએ અને સમજવું જોઈએ. 

ઉત્તરપ્રદેશના સપાના સાંસદ ડો. શફીકુર્રરહમાને તાલિબાનનું સમર્થન કરતા જણાવ્યું હતું કે તેમણે પોતાના દેશને આઝાદ કરાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હિંદુસ્તાનમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું તો તેને હટાવવા માટે અમે સંઘર્ષ કર્યો. આ જ રીતે તાલિબાને પોતાના દેશને આઝાદ કર્યો. તાલિબાને રશિયા, અમેરિકા જેવા તાકાતવર દેશોને પોતાન ત્યાં રોકાવવા ન દીધા. તેના પછી બુધવારે તેમની સામે આઇપીસીની જોગવાઈ ૧૫૩એ, ૧૨૪એ અને ૨૯૫એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.