ભાજપને હરાવવા કે જીતાડવા?:સુરતના મહેશ સવાણીનો ‘આપ’માં પ્રવેશ; સૌરાષ્ટ્ર-સુરતની પાટીદાર પ્રભાવિત 36 બેઠકમાં ભાજપ વિરોધી મત મેળવવાનું લક્ષ્યાંક

ભાજપને હરાવવા કે જીતાડવા?:સુરતના મહેશ સવાણીનો ‘આપ’માં પ્રવેશ; સૌરાષ્ટ્ર-સુરતની પાટીદાર પ્રભાવિત 36 બેઠકમાં ભાજપ વિરોધી મત મેળવવાનું લક્ષ્યાંક

 
 • કોંગ્રેસ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 3 હજાર મતથી 16 બેઠક હારી હતી
 • રાજકારણમાં જે દેખાતું હોય છે તે ઘણીવખત હોતું નથી આ ઉક્તિને સાર્થક કરતું ગણિત આપ પાર્ટીમાં સુરતના અનાથ દીકરીઓના પિતા ગણાતા મહેશ સવાણીને લાવવા પાછળ હોવાનું મનાય છે. સૂત્રોના કહ્યા પ્રમાણે કોંગ્રેસના આક્ષેપ પ્રમાણે આપ પાર્ટી ભાજપની બી ટીમ ગણાય છે. આવા સંજોગોમાં ભાજપ વિરોધી વોટનું વિભાજન કરવા મહેશ સવાણીનો આપ પ્રવેશ કરાયા હોવાનું કહેવાય છે. રાજકીય સૂત્રોના કહ્યા પ્રમાણે અત્યારના સંજોગોમાં સરકાર વિરોધી એટલેકે ભાજપ વિરોધી મત માત્ર કોંગ્રેસને મળે તો રાજકીયરીતે ભાજપને મોટું નુકસાન થાય. આ નુકસાન ઘટાડવા માટે બીજેપી વિરોધી મતનું વિભાજન કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે થાય તો બીજેપીને ફાયદો થાય.

  સુરત-સૌરાષ્ટ્રની 36 બેઠક પર પાટીદાર પ્રભુત્વ
  સૌરાષ્ટ્રની 32 અને સુરતની 4 સહિત કુલ 36 બેઠક પર મહેશ સવાણી પાટીદાર તરીકે મત માગી શકે છે. તેઓ સામાજિક વ્યાપારી સંબંધો અજમાવીને આપ માટે ફાયદો કરાવી શકે છે.

  ભાજપની રણનીતિ હવે વિભાજનની
  ભાજપની ચૂંટણી જીતવા અત્યાર સુધી મતોનાં ધ્રુવીકરણની રણનીતિ હતી, પછી તે વિકાસ કે પછી ધર્મના નામે હવે વિભાજનની રણનીતિ અપનાવી હોવાનું સૂત્રોનું કહેવું છે.

 • ( Source - Divyabhaskar )