લો બોલો! તડામાર તૈયારીઓ કરાઈ પણ, તાજમહલમાં મહાલવા ટ્રમ્પ ગાંધીઆશ્રમ નહીં જાય

લો બોલો! તડામાર તૈયારીઓ કરાઈ પણ, તાજમહલમાં મહાલવા ટ્રમ્પ ગાંધીઆશ્રમ નહીં જાય

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં ધરખમ ફેરફાર થયો છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીન્ગલાએ મીડિયાને આપેલી સત્તાવાર માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર પોણા બાર સુધીમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પનું આગમન થઈ જશે અને ત્યાંથી ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શો યોજી મોટેરા સ્ટેડિયમ પહોંચશે. અગાઉ નક્કી થયેલા કાર્યક્રમ મુજબ તેઓ એરપોર્ટથી ગાંધી આશ્રમ જવાના હતા પરંતુ હવે આગ્રામાં તાજમહલ ખાતેનું રોકાણ લંબાવાયું હોવાથી મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની મુલાકાત રદ કરવામાં આવી હોવાનું પણ વિદેશ સચિવે જણાવ્યું હતું. તાજમહલ નિહાળવા ટ્રમ્પ દંપતિ એક કલાક જેટલો સમય ગાળશે. જ્યાં મહદ્ અંશે સનસેટ પણ માણે તેવી શક્યતા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મીએ બપોરે પોણા બાર વાગ્યાની આસપાસ આવશે રોડ-શો દરમિયાન તેઓ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા કલાકારો દ્વારા રજૂ કરાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને માણશે. જેના માટે ૨૮ સ્ટેજ ઉભા કરાયા છે. ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે હાજર રહીને લોકોને સંબોધશે. સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકો હાજર રહેશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી અમદાવાદથી આગ્રા જવા રવાના થશે.

એકરૂપતાને સાકાર કરવા સવા લાખ પ્રેક્ષકોને માથે ‘નમસ્તે ટ્રમ્પ’ના લોગોવાળી ટોપી

એમરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમાં આવતા હોવાથી તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સવારથી સવાર ૯ વાગ્યાથી એન્ટ્રી શરુ થાય અને સાંજે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યા સુધી હાજર આમંત્રીત મહેમાનોને ફક્ત પાણી અને છાશ પીરસવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને મહેમાનોમાં એકરુપતા દેખાય તે માટે તેમને એક સરખી સવા લાખ ટોપીઓ આપવામાં આવશે. ટોપી પહેરી લોકો ટ્રમ્પનુ અભિવાદન કરશે. સ્ટેડિયમમાં આમંત્રીત મહેમાનો સિવાય કોઇ પણ વ્યક્તિ પ્રેવશી શકશે નહી આમંત્રીતો પણ ફ્કત મોબાઇલ સિવાય કંઇ પણ લઇ જઇ શકશે નહી. જોકે ટ્રમ્પને જોવા માટે મોટેરા સ્ટેડિયમના પાસ લેવા માટે લોકો કમિશનર ઓફિસ, કોર્પોરેશન અને સ્ટેડિયમ તથા ઓન લાઇન ઇન્કવાયરીઓ કરી રહ્યા છે.

સ્ટેડિયમમાં ટ્રમ્પને આરામ કરવા આલીશાન સ્યૂટ 

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરાયા બાદ તેઓ ગાંધીઆશ્રમ પહોંચશે, જ્યાંથી તેઓ રોડ-શો કરીને મોટેરા સ્ટેડિયમ જશે. ૩૫ ડિગ્રી ગરમીમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ આરામ કરવા માટે ક્લબ હાઉસમાં આલીશાન સ્યુટ બનાવવામાં આવ્યો છે. જેમાં અમેરિકન પ્રોટોકોલ મુજબની તમામ સુવિધાઓ ઊભી કરાઈ છે. સુંદર ર્ફિનચરથી ગ્રીન રૂમને અદભુત આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ટ્રમ્પ-મેલેનિયાને કોફી, ચોકલેટ શેક, ફ્રૂટ પીરસાશે

ટ્રમ્પ અને મેલેનિયાને કોફી, ચોકલેટ શેક, ફ્રૂટ સહિતના વિવિધ નાસ્તાઓ પીરસવામાં આવશે. તમામ વાનગીઓનું અમેરિકન એજન્સી ચેકિંગ કરશે ત્યાર બાદ પીરસવામાં આવશે. આ સિવાય સ્ટેડિયમના ક્લબ હાઉસમાં અન્ય અમેરિકન ડેલિગેશન ઉપરાંત આમંત્રિતો માટે ચા, પાણી, ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

ત્રણ સિનિયર અધિકારી સહિત સ્ટેડિયમ પર ૧૫ IPS તૈનાત

રોડ શોની જવાબદારી એડીજીપી શમશેર સિંઘને સીરે, એરપોર્ટની ડીઆઇજી અશોકકુમાર યાદવ અને મોટેરા સ્ટેડિયમની જવાબદારી ડીઆઇજી ગૌતમ પરમારને સોપવામાં આવી છે. સ્ટેડિયમ પર ૧૫ આઇપીએસ અધિકારીઓનુ લોખંડી કવચ.

મોટેરા કાર્યક્રમની સાથે…સાથે…. ।  સિક્રેટ સર્વિસ અને પોલીસની તૈયારીઓ

  • મોટેરા, કમિશનર ઓફિસ, સરકીટ હાઉસ, ગાંધીનગર, દિલ્હી અને યુએસમાં કન્ટ્રોલ રૂમ
  • સેટેલાઇટ દ્વારા સતત સિક્રેટ સર્વિસનું ગુજરાત, દિલ્હીમાં ઓબજર્વેશન.
  • આમંત્રીતોને બહારથી જ નાસ્તો કે જમવાનુ જમીને સ્ટેડિયમમાં જવાનુ રહેશે, બસમાં જમવાની વ્યવસ્થા કરાશે
  • પાર્કિંગમાં ૨૮ ડોક્ટર, નર્સ, પાણીની, ટોઇલેટની વ્યવસ્થા.
  • SPGની બીજી ટીમ બુધવારે અમદાવાદમાં આવી પહોચી.
  • સ્ટેડિયમમાં કલ્ચરર પ્રોગ્રામથી લોકોને એન્ટટેન્મેન્ટ.
  • મોટેરાના કાર્યક્રમમાં ક્રિકેટરોની બાદબાકી કરાઇ.
  • મોટેરામાં સ્ટેજ પર્ફોમન્સ માટે કલાકારોને નક્કી કરાયા.
  • એરપોર્ટથી લઇ મોટેરા સુધી કન્સ્ટ્રકશ સાઇટો બે દિવસ બંધ.
  • ટ્રમ્પના કાર્યક્રમના પાસ લેવા માટે લોકોની રઝડપાટ
  • સ્ટેડિયમ નજીક ધાબા પર લોકો ઉભા રહી શકશે નહી
  • ટ્રમ્પ આવશે ત્યારે બે જ કનેક્ટીવીટી ચાલશે, જેમાં સિક્રેટ સર્વિસની, શહેર પોલીસની, અન્ય ફિકવન્સીને જામ કરાશે.
  • કાર્યક્રમ દ્વાર કોઇ બેહોશ થાય કે અન્ય સુવિધા માટે સ્ટેડિમની અંદર મ્યુ.કોર્પો. ૨૫ બેડનું હોસ્પિટલ ઉભુ કરશે.
  • ફાયર વિભાગના સ્પેશિયલ રૂમમાં અગ્નિ શામકના સાધનો.
  • મોબાઇલ સિવાય કમેરા,સેલ્ફી સ્ટિક, ઝંડા, ગુટકા, પાણીની બોટલ, નાસ્તો કે અન્ય વસ્તુ લઇ જવાશે નહી.
  • ટ્રમ્પ અમદાવાદથી સીધા આગ્રા જશે, મોદી નહી જાય.
  • પોલીસ અધિકારીઓ અને અર્ધલશ્કરી દળો શહેરમાં ધામા, કાલથી રિયર્સલનો પ્રારંભ.
  • એનએસજી, સ્થાનિક પોલીસ અને સિક્રેટ સર્વિસની એન્ટી એસોલ્ટ ટીમ તૈયાર રહેશે.
  • સીક્રેટ સર્વિસ પોતાનુ સિક્રેટ કોમ્પ્યુનીકેશન ફીકવન્સી શરૂ પણ કરી દીધી.
  • SOGએ હોટલો અને બાંગ્લાદેશીઓનુ ચેકિંગ સતત ચાલું.
  • બંદોબસ્તમાં હાજર પોલીસને જમવાની વ્યવસ્થા ઝોનના ડીસીપીને સોંપાઇ. ૨૪મી પોલીસ અને તમામ સરકારી કર્મીઓની જમવાની વ્યવસ્થા જીએડી કરશે.