IPL 2020 / BCCIએ શેડ્યુલ જાહેર કર્યું, પહેલી મેચ 29 માર્ચે

IPL 2020 / BCCIએ શેડ્યુલ જાહેર કર્યું, પહેલી મેચ 29 માર્ચે

સ્પોર્ટ્સ ડેસ્ક: BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 માટેનું શેડ્યુલ જાહેર કરી દીધું છે. પહેલી મેચ 29 માર્ચના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 24 મે 2020ના રોજ રમાશે. આખી સીઝનમાં માત્ર 6 મેચ બપોરના સમયે રમાશે, ટૂર્નામેન્ટ 57 દિવસ ચાલશે. BCCIએ આ સીઝનમાં ડબલ હેડર (એક દિવસે બે મેચ)ની સંખ્યા ઘટાડી છે. આ વખતે માત્ર રવિવારે જ બે મેચ રમાશે.

માર્ચના અંતિમ અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T-20 સીરિઝ 29 માર્ચના સમાપ્ત થશે. તેવામાં બંને દેશના ખેલાડીઓ તેના પછી ટૂર્નામેન્ટ રમવા હાજર રહેશે. જોકે BCCIએ તેનું ધ્યાન રાખતા સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની પહેલી મેચ અનુક્રમે 1 અને 2 એપ્રિલે રાખી છે. બંને ટીમ પાસે સૌથી વધુ ખેલાડી આ દેશના છે. તેમને નુકસાન ન થાય તે માટે બોર્ડે આ પગલું લીધું છે. તેમજ ઇંગ્લેન્ડના પ્લેયર્સ પર એપ્રિલના પહેલા અઠવાડિયામાં ભારત આવશે. તેમની શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ 31 માર્ચ સુધી ચાલશે. આ વખતે ટૂર્નામેન્ટ ગયા વર્ષની સરખામણીએ એક અઠવાડિયું લાંબી ચાલશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 24 મેના રોજ રમાશે.