હિન્દુ ધર્મથી પ્રભાવિત બનીને ઇટાલિયન મહિલા સાધ્વી બની, ભવનાથમાં સેવા કરે છે

હિન્દુ ધર્મથી પ્રભાવિત બનીને ઇટાલિયન મહિલા સાધ્વી બની, ભવનાથમાં સેવા કરે છે

જૂનાગઢઃ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં શિવની ભક્તિનો મહિમા વિશ્વ લેવલે પ્રસિદ્ધ છે, ત્યારે શિવરાત્રીના મેળામાં વિદેશી પર્યટકો મેળામાં આવે છે, તેમાં આ વખતે ઇટાલીયન મહિલા હિન્દુ ધર્મથી પ્રભાવિત બનીને ભવનાથમાં સાધ્વીજીના રૂપમાં સેવા કરે છે.

ઇટાલિયન મહિલા બ્રહ્મચારી અન્નપુર્ણા શિવી હાલ ભવનાથના જુના અખાડા ખાતે ઉતર્યા છે, કર્ણાટકના દુબલી પંથકમાં ઋષિકેશ પર્વત પર ક્રીશ્કીન્ધામાં જંગલેશ્વર મહાદેવ આશ્રામ આવેલો છે. તેના ગુરુ ઇટાલિયન બાબાનો આશ્રામ છે. ચાર વર્ષથી તેઓ વિઝા અને ઈમિગ્રેશનના કારણે છ મહિના ભારતમાં અને છ મહિના ઈટાલીમાં વિતાવે છે, ઈટાલીમાં તેઓ વૃદ્ધની કેર ટેકર તરીકે કામ કરે છે. તેમના ગુરુના અવસાન બાદતેઓ હિન્દુ ધર્મથી પ્રભાવિત બન્યા અને ખાસ કરીને ભવનાથમાં યોજાતા શિવરાત્રી મેળામાં આવ્યા છે. તેઓ હિન્દુ ધર્મ અને ભક્તિની માહિતી લઈ રહ્યા છે. અહી તેઓ એક સાધ્વીજીના રૂપમાં સફઈ, રસોઈ જેવી સેવા કરીને શિવભક્તિ કરી રહ્યા છે.