મોદીએ સંકેત આપ્યા – 14 એપ્રિલ બાદ લોકડાઉન એક સાથે હટશે નહિ; 5 રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉન હટાવવાના પક્ષમાં નથી

મોદીએ સંકેત આપ્યા – 14 એપ્રિલ બાદ લોકડાઉન એક સાથે હટશે નહિ; 5 રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉન હટાવવાના પક્ષમાં નથી

  • મોદીએ વીડિયો કોન્ફોરન્સિંગથી એનડીએ અને વિપક્ષના 16 સાંસદો સાથે હાલની સ્થિતિ પર વાત કરી
  • બેઠક બાદ સાંસદ પિનાકી મિશ્રાએ દાવો કર્યો કે સરકાર લોકડાઉનને એક સાથે હટાવશે નહિ
  • અગાઉ મોદી મુખ્યમંત્રીઓ, કિક્રેટર્સ, ફિલ્મ સ્ટાર્સ અને મીડિયા પ્રતિનિધિઓની સાથે ચર્ચા કરી ચૂક્યા છે 

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા એનડીએ અને વિપક્ષોના 16 સાંસદો સાથે કોરોના સંકટ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ સાંસદ પિનાક મિશ્રાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે લોકડાઉનને એક સાથે હટાવવામાં આવશે નહિ. મિશ્રાએ કહ્યું કે વડાપ્રધાને  અમને જણાવ્યું કે કોરોનાના સંક્રમણ પહેલા અને તેના પછીનું જીવન એક જેવું નહિ હોય. મોદીએ કેબિનેટની બેઠકમાં પણ એવા સંકેત આપ્યા હતા કે લોકડાઉનને એક સાથે હટાવવામાં આવશે નહિ. આ સિવાય 5 રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને કેરળના મુખ્યમંત્રીઓ પણ લોકડાઉનને વધારવાના પક્ષમાં છે.  

વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજેપી, કોંગ્રેસ, ડીએમકે, એઆઈએડીએમકે, ટીઆરએસ, સીપીઆઈએમ, ટીએમસી, શિવસેના, એનસીપી, અકાલી દલ, એલજેપી, જેડીયુ, એસપી, બીએસપી, વાઈએસઆર કોંગ્રેસ અને બીજેડીના ફલોર લીડર્સ સાથે કોરોના અને લોકડાઉન પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ફલોર લીડર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ 5 માંગ રજૂ કરી છે. તેમાં રાજ્યોની એફઆરબીએમ રાજકોષીય સીમાને 3થી 5 ટકા કરવા, રાજ્યોને  તેમના બાકીના પૈસા આપવા, રાહત પેકેજને જીડીપીના એક ટકાથી વધારીને 5 ટકા કરવા, કોરના ટેસ્ટને ફ્રી કરવા અને પીપીઈ સહિત તમામ મેડિકલ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ કરવાની માંગ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટીએમસી તરફથી ટીઆર બાલૂ, એઆઈએડીએમકે તરફથી નવનીત કૃષ્ણનન, કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ અને અધીર રંજન ચૌધરી, ટીઆરએસ તરફથી નમ્મા નાગેશ્વર રાવ અને કેશવા રાવ, સીપીઆઈએમ તરફથી ઈ કરીમ, ટીએમસી તરફથી સુદીપ બંદોપાધ્યાય, શિવસેના દ્વારા વિનય રાઉત અને સંજય રાઉત, એનસીપી તરફથી શરદ પવારે ચર્ચા કરી હતી.  

આ સિવાય અકાલી દળ તરફથી સુખબીર બાદલ, એલજીપી તરફથી ચિરાગ પાસવાન, જેડીયુ તરફથી આરસીપી સિંહ, એસપી તરફથી રામ ગોપાલ યાદવ,  બીએસપી તરફથી દાનિશ અલી અને સતીશ મિશ્રા, વાઈએસઆર કોંગ્રેસ તરફથી વિજયસાઈ રેડ્ડી અને મિઘુન રેડ્ડી, બીજેડી તરફથી પિનાકી મિશ્રા અને પ્રસન્ના અચાર્યએ રજૂઆત કરી હતી.