…તો આ દેશમાં થશે IPL-2020નું આયોજન, મળ્યા સંકેત! ફ્રેન્ચાઇઝીઓએ શરૂ કરી તૈયારી

…તો આ દેશમાં થશે IPL-2020નું આયોજન, મળ્યા સંકેત! ફ્રેન્ચાઇઝીઓએ શરૂ કરી તૈયારી

હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ઈન્ડિયા પ્રીમિયર લીગ(IPL)ના આયોજન માટે દરેક વિકલ્પ શોધી રહ્યું છે અને બોર્ડ આઈસીસીના ટી20 વર્લ્ડ કપ પર અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. પરંતુ હવે આઈપીએલની ફ્રેન્ચાઇઝીઓને કદાચ એ વાતના સંકેત મળી ગયા છે કે આ વર્ષે આઈપીએલનું આયોજન સંયુક્ત અરબ એમિરાત(UAE) માં આયોજીત થઈ શકે છે. તેથી ફ્રેન્ચાઇઝીઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ મુજબ એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ જણાવ્યું કે તેમણે પ્રણાલીગત તૈયારીઓ શરૂ કરી દીધી છે અને અબુ ધાબીમાં હોટલની પસંદગી કરવાનું પણ શરૂ કરી દીધું છે. જેમાં તેમની ટીમ રોકાશે. આ સાથે ત્યાં ટીમના ટ્રેનિંગને લઈને પણ તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે,‘અમને જરરૂી માહિતી આપવામાં આવી છે અને તે જ પ્રમાણે અમે તૈયારીઓ શરૂ કરી છે. અમે નક્કિ કરી લીધું છે કે અમે અબુ ધાબીની કઈ હોટલમાં રોકાશું અને ત્યાં કેવી રીતે જઈશું, ત્યાં ક્વોરંટીન પ્રક્રિયા શું હશે. અમે એ દેશની ગાઇડલાઇનનું પાલન જરૂરથી કરશું.’

અન્ય એક અધિકારીએ પણ કહ્યું કે,‘હાલ અમે ખેલાડીઓને એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. આ સાથે યુએઈ જતા પહેલા ભારતમાં આઇસોલેશન પીરિયડને લઈને પણ વાત ચાલી રહી છે. ટીમને બાયો-સિક્યોર વાતાવરણમાં રાખીશું, ટેસ્ટ કરાવીશું અને પછી યુએઈ માટે પ્રસ્થાન કરીશું.’ આ સિવાય વિવિધ ફેન્ચાઇઝીના અધિકારીઓ પોતાના ખેલાડીઓને યુએઈ કેવી રીતે લઈ જવા તે અંગે પણ વિચાર કરી રહી છે.