ભારતમાં કોરોનાથી ઓછા મોત પર સૌ કોઈ સ્તબ્ધ, અમેરિકન સમાચાર પત્રએ ‘રહસ્ય’ ગણાવ્યું

ભારતમાં કોરોનાથી ઓછા મોત પર સૌ કોઈ સ્તબ્ધ, અમેરિકન સમાચાર પત્રએ ‘રહસ્ય’ ગણાવ્યું

ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસોની સંખ્યા 10.38 લાખથી ઉપર પહોંચી ગઈ છે અને ભારત સંક્રમણનાં મામલે ટોપ-3 દેશોમાં સામેલ થઈ ગયું છે. ભારતમાં અત્યાર સુધી 26,273 લોકોનાં મોત થયા છે, પરંતુ અમેરિકાનાં સમાચાર પત્ર ‘વૉશિંગ્ટન પોસ્ટ’એ ભારતમાં કોરોનાથી ઓછા મોતને રહસ્ય ગણાવ્યું છે. અમેરિકી સમાચાર પત્રનું કહેવું છે કે કોરોના વાયરસને લઇને ભારતનાં આંકડાઓની પાછળ વિરોધાભાસ છે.

અમેરિકા-બ્રાઝિલમાં 10 લાખ કેસ સામે હતા 50 હજાર મોત

અમેરિકા અને બ્રાઝિલમાં જ્યારે કોરોનાનાં કુલ કેસ 10 લાખ હતા ત્યારે મોતની સંખ્યા લગભગ 50 હજાર થઈ ચુકી હતી, પરંતુ કુલ 10 લાખ કેસ પર ભારતમાં કોરોનાથી મોતની સંખ્યા 25 હજાર છે. વૉશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે ભારત સરકાર એક તરફ કહી રહી છે કે અન્ય દેશોનાં મુકાબલે ભારત સારું કરી રહ્યું છે, પરંતુ દેશનાં ગ્રામિણ વિસ્તારોમાં એક મોટી વસ્તી સ્વાસ્થ્ય સુવિધાઓ વગર રહે છે અને તે લોકોને તપાસની સુવિધા મળવાની સંભાવના ઓછી જ રહે છે. એ વાતનાં ઘણા સંકેત મળ્યા છે કે કોરોનાથી થનારી અનેક મોત રિપોર્ટ નથી થતી અને ભારતમાં પર કૈપિટા ટેસ્ટિંગ રેટ પણ ઓછો છે.

ભારતમાં ઓછા મોત થવાના હોઈ શકે છે અનેક કારણો 

રશિયામાં 7.5 લાખ કેસ હોવા છતા મોતનો આંકડો 12 લાખ હોવા પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. તો ભારતમાં મોતનાં આંકડા ઓછા રહેવા પાછળ ટીબી વેક્સિન, વાયરસનાં ઓછા ઘાતક સ્ટ્રેનનું હોવું, જિનેટિક અને ઇમ્યૂનિટી ફેક્ટરને પણ કારણ ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ અમેરિકી સમાચાર પત્ર પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આ એવી થિયરી છે જેના અત્યાર સુધી કોઈ પુરાવા નથી મળ્યા. ટોરન્ટો યૂનિવર્સિટીમાં સંક્રામક રોગ નિષ્ણાત પ્રભાત ઝાએ કહ્યું કે મહામારી રોકવાનો એક જ રસ્તો છે કે આપણી પાસે સારા આંકડા હોય, પરંતુ આ નથી ભેગા કરવામાં આવી રહ્યા.

ભારતનાં 4 મોટા શહેરો પાસે માંગ્યો આંકડો

અમેરિકી સમાચાર પત્રનું કહેવું છે કે વિકસિત દેશોમાં પણ કોરોનાથી જોડાયેલા મોતો પર સંપૂર્ણ સંખ્યા નોંધવામાં નથી આવી. વૉશિંગ્ટન પોસ્ટે ભારતનાં 4 મોટા શહેર મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને કોલકાતાથી માર્ચથી લઇને જૂન મહિનામાં થયેલા મોતોનાં આંકડા માંગ્યા સમાચાર પત્રનો દાવો છે કે ફક્ત મુંબઈએ સંપૂર્ણ અને અપ ટૂ ડેટ આંકડો આપ્યો અને કોલકાતાએ કોઈ આંકડો આપ્યો નથી. સમાચાર પત્રનો દાવો છે કે મુંબઈમાં મે 2020માં કુલ 12,963 મોત થયા, જ્યારે આ જ મહિને ગત વર્ષે 6832 મોત થયા હતા. એટલે કે મોતનાં આંકડામાં 6,131નો વધારો થયો, પરંતુ કોરોનાથી ફક્ત 2269 મોત જ નોંધવામાં આવ્યા.