‘ટીવીમાં એડ જુઓ-નાણાં મેળવો’,ની લાલચ 88 લોકોને જિંદગીની સૌથી ભારે પડી, કરોડોનું ફૂલેકું ફેરવી રફૂચક્કર

‘ટીવીમાં એડ જુઓ-નાણાં મેળવો’,ની લાલચ 88 લોકોને જિંદગીની સૌથી ભારે પડી, કરોડોનું ફૂલેકું ફેરવી રફૂચક્કર

એસ જી હાઇવે પર આવેલા સિગ્નેચર ૧માં ડોરોટાયઝર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કથા કેચી પીક્સલની ઓફ્સિ ખોલી કરોડોનું ફૂલેકું ફેરવી ભાગી ગયાનું બહાર આવ્યું છે.  ટીવીમાં ચાર કલાક એડ જોવી અને મહિને ૫ હજાર મળશે તેમ જણાવી ઠગાઈ આચરી હતી. આમા ભારતભરમાં અનેક લોકો સાથે ઠગાઈ થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જો કે હાલમાં ૮૭ ગ્રાહકનાં ૭૫ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઇ છે.

ચાંદખેડાનાં દશમેશ નગરમાં પ્રશાંત વૈધએ ફરિયાદ નોંધાવી છે કે, ફેસબુક અને યુટયુબ ઉપર ડોરોટાયજર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કથા કેચી પીક્સલની વિડિયો જોયો હતો. જેથી ૨૦૧૯માં એસ.જી.હાઈવે ખાતે આવેલા સિગ્નેચર વનમાં આ કંપનીની ફ્રેન્ચાઇઝી લેવા માટે આવ્યો હતો.

ઓફ્સિમાં રજત સિંઘ, વિજય શર્મા અને અનિરુદ્ધ શર્મા મળ્યા હતાં. તેઓએ ફ્રેન્ચાઇઝી લેવી હોય તો ગ્રાહકો બનાનવા પડશે અને ૪૫ હજાર ડિપોઝિટ ભરવી પડશે એવુ કહ્યું હતુ. એક કેચી પીક્સલનું ટીવી અને ડોંગલ આપવાનું રહેશે. મહિને કંપનીમાં ૫ હજાર જમા કરાવવા પડશે.

ફ્રેન્ચાઇઝી માટે પ્રશાંતભાઇએ ૫ લાખ ભર્યા હતા. ૨ લાખ બે વર્ષે પાછા અને ગ્રાહકને ટીવી આપો તેમાં ૪ હજાર અને ૭ ટકા કમિશન મળશે. આમ ફ્રેન્ચાઇઝી લઈ ૮૭ ગ્રાહકો બનાવ્યા અને ગ્રાહકોને ટીવીમાં એડ જોવાના માર્ચ ૨૦૨૦ સુધી પૈસા મળતા હતા. ફ્રી નવી સ્કીમ બહાર આવી કે, ૩૪ હજાર, ૩૬ હજાર અને ૩૮ હજાર ડિપોઝિટ ભરી ટીવીમાં ચાર કલાકની જગ્યાએ છ કલાક ટીવી ચાલુ રાખશે તો મહિને ૫ હજાર નાં બદલે ૧૧,૫૦૦ મળશે.

ડોરોટાયઝર એડ મીડીયા પ્રા લિ કંપનીના ડાયરેકટર અશોક શર્મા (રહે આમ્રપાલી ઝોડિક, નોઈડા) અને મોહન શર્મા (રહે. જીરા ઉલી, નોઈડા) છે.ગત એપ્રિલ ૨૦૨૦ થી ગ્રાહકોનું પેમેન્ટ મળતું નથી  ઓફ્સિ બંધ કરી તેઓ જતા રહ્યાં છે.