કોરોના વેક્સિન શોધાયા બાદ 2 ભાગમાં વહેંચાઈ જશે દુનિયા, COVID-19ની ત્રીજી લહેર પણ આવશે!

કોરોના વેક્સિન શોધાયા બાદ 2 ભાગમાં વહેંચાઈ જશે દુનિયા, COVID-19ની ત્રીજી લહેર પણ આવશે!

કોરોના વાયરસનો ખાત્મો કરનારી વેક્સિનની શોધ ચાલી રહી છે. અનેક વેક્સિન કેન્ડિડેટ્સનો ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચુક્યો છે. IMCR- ભારત બાયોટેકની દેશી કોરોના વેક્સિન Covaxinનો ફેઝ 1 અને 2 ટ્રાયલ પણ શરૂ થઈ ગયો છે. શરૂઆતના ડોઝ આપવામાં આવ્યા બાદ વૉલિયન્ટર્સમાં કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ જોવા નથી મળી. રિસર્ચમાં સહયોગી માટે ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજીએ પોતાના દરવાજા ખોલ્યા છે. ગ્લોબલ લેવલ પર જોઇએ તો ચીની કંપની સાઇનોફાર્મની વેક્સિન હ્યૂમન ટ્રાયલનાં થર્ડ સ્ટેજમાં પહોંચી ગઈ છે. દાવો છે કે આ વેક્સિન ટ્રાયલનાં ત્રીજા તબક્કામાં પહોંચનારી દુનિયાની પહેલી કોવિડ-19 વેક્સિન છે.

મલેશિયન વેક્સિનનાં શરૂઆતનાં પરિણામ ઘણા સારા

મલેશિયામાં માણસો પર ટેસ્ટ થનારી કોરોના વેક્સિનનાં શરૂઆતનાં પરિણામ ઘણા સારા રહ્યા છે. વેક્સિન દરેક વૉલિયન્ટર્સમાં ઇમ્યૂન રિસ્પોન્સ ટ્રિગર કરવામાં સફળ રહી છે. રિસર્ચર્સ પ્રમાણે વેક્સિનની કોઈ ખાસ સાઇડ ઇફેક્ટ્સ જોવા નથી મળી. આ પરિણામો એ માટે પણ મહત્વનાં છે, કેમકે અત્યાર સુધી મોટાભાગની વેક્સિનનાં ટ્રાયલમાં અનેક સાઇડ ઇફેક્ટ જોવામાં આવી છે. મલેશિયાએ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હજુ વધારે સ્ટડીની જરૂર છે. અમેરિકન કંપની મૉડર્નાની વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં તમામ વૉલિયન્ટિઅર્સમાં કોરોના પ્રત્યે ઇમ્યૂનિટી શરૂ કરવામાં સફળ રહી છે.

રશિયન હેકર્સ પર વેક્સિનનો ટ્રાયલ ડેટા ચોરવાનો આરોપ

પરંતુ એક પરેશાની રિસર્ચર્સને જાણવા મળી છે. અડધાથી વધારે વૉલિયન્ટર્સને વેક્સિનની સાઇડ ઇફેક્ટ અનુભવાઈ. મોટાભાગનાં વૉલિયન્ટર્સને ઓછામાં ઓછી એક સાઇડ ઇફેક્ટ અનુભવાઈ. થાક, માથું દુ:ખવું, ઇન્જેક્શન આપ્યું હોય તે જગ્યાએ દુ:ખવું, તાવ, ઘુંટણમાં દુ:ખાવો અને ઉબકા જેવી સમસ્યાઓ આવી. એક રશિયાઈ દવા કંપનીએ બ્રિટિશ કોરોના વેક્સિન બનાવવાનો સોદો કર્યો છે. ઑક્સફર્ડ યૂનિવર્સિટીની વેક્સિન મૉસ્કોની આરફાર્મમાં બનશે. કંપનીએ Astrazenecaએ આનો કરાર કર્યો છે. આ ડીલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે બ્રિટન, અમેરિકા અને કેનેડાએ રશિયન હેકર્સ પર વેક્સિનનો ટ્રાયલ ડેટા ચોરવાનો આરોપ લગાવ્યો છે.

દુનિયાની 90 ટકાથી વધારે વસ્તી ખતરામાં 

સાયન્ટિસ્ટ ક્લોસ સ્ટોએ દુનિયાભરની સરકારોને અપીલ કરી છે કે તે અનેક વર્ષો માટે તૈયાર કરે. 2003માં SARS આપનારા કોરોના વાયરસની શોધ કરવામાં મહત્વની ભૂમિકા નીભાવનારા ક્લૉસે કહ્યું કે, આ મહામારી એવિએશન ફ્લૂ જેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે કોરોનાની સેકેન્ડ વેવ જરૂર આવશે અને તે ઘણી ગંભીર હશે. ક્લૉસે એક વાતચીતમાં કહ્યું કે, “દુનિયાની 90 ટકાથી વધારે વસ્તી ખતરામાં છે. જો આપણે સીરિયસ લૉકડાઉન અથવા આવા જ પગલા નથી ઉઠાવતા તો આ વાયરસ ઘણી મોટી બીમારી બની જશે.” વેક્સિનને લઇને તેમણે કહ્યું કે, “દુનિયા 2 સમૂહમાં વહેંચાઈ જશે. એક જેની પાસે વેક્સિન હશે અને બીજી જેની પાસે વેક્સિન નહીં હોય.” તેમણે કહ્યું કે, થર્ડ વેવ સુધી દુનિયાની 80 ટકા વસ્તીમાં એન્ટીબૉડી થઈ જશે.