અમેરિકા – મહિનાઓ બાદ સ્કૂલ ખૂલતા જ એક અઠવાડિયામાં જ 260 બાળકો – શિક્ષક કોરોના પોઝિટિવ

અમેરિકા – મહિનાઓ બાદ સ્કૂલ ખૂલતા જ એક અઠવાડિયામાં જ 260 બાળકો – શિક્ષક કોરોના પોઝિટિવ

કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશોમાં અમેરિકા પણ સામેલ છે. હવે ત્યાં સ્કૂલના બાળકો પર પણ જીવલેણ મહામારીના કહેરની અસર દેખાય રહી છે. અમેરિકાના જ્યોર્જિયા જિલ્લામાં સ્કૂલ ખૂલ્યાના અંદાજે એક સપ્તાહની અંદર 260થી વધુ વિદ્યાર્થી અને શિક્ષક કોરોના પોઝિટવ આવ્યા છે.

એટલાન્ટા ચેરોકી કાઉન્ટી સ્કૂલે પોતાની વેબસાઇટ પર કોરોના વાયરસના આ કેસની માહિતી આપી છે. શુક્રવાર સુધીમાં 1 થી 12 ધોરણ સુધીના 11 વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળ્યા હતા. સંક્રમિતોની સંખ્યા સ્કૂલમાં વધીને 260 સુધી પહોંચી ગઇ. ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે સ્કૂલના એવા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને 14 દિવસ માટે આઇસોલેશનમાં મોકલ્યા છે. વિદ્યાર્થીઓ આ દરમ્યાન ઓનલાઇન નિર્દેશ અપાશે.

અલેક્સ ડેબર્ડ નામના શખ્સે યુએસએ ટુડેને કહ્યું કે કોરોના પોઝિટિવ જોવા મળ્યા બાદ તેમનો દીકરો બે સપ્તાહ માટે તેમનાથી અલગ થઇ ગયો. તેમણે કહ્યું કે નાનપણમાં શિક્ષણની શરૂઆત દરમ્યાન જ તેને દૂર કરી દેવાનું તેના માટે નિરાશાજનક છે. આ બાળકોએ સોમવારના રોજ સ્કૂલ જવાનું શરૂ કર્યું હતું અને પોઝિટિવ મળ્યા બાદ બુધવારથી જ તેને ઘરે મોકલી દેવાયો

જે જિલ્લામાં સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષક સંક્રમિત મળ્યા છે ત્યાં અંદાજે 40 સ્કૂલ અને સ્ટડી સેન્ટર્સ છે. આ સ્કૂલોમાંથી 42200 વિદ્યાર્થી અને અંદાજે 4800 કર્મચારી કામ કરે છે.

સ્કૂલના અધીક્ષક બ્રાયન હોઇટવરે શુક્રવારના રોજ પરિવારોના નામે લખેલા એક પત્રમાં કહ્યું કે વિદ્યાર્થી અને કર્મચારીઓનો દરરોજ કોરોના ટેસ્ટ કરાશે. કારણ કે આપણે એક મહામારી દરમ્યાન સ્કૂલોનું સંચાલન કરી રહ્યા છીએ. તેમણે વાયરસના પ્રસારને રોકવા માટે વધુ ઉપાય કરવાની આવશ્યકતા પર પણ જોર આપ્યું. ( Source – Sandesh )