પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરે કહ્યું- જો અયોધ્યા જવાની તક મળશે તો…

પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરે કહ્યું- જો અયોધ્યા જવાની તક મળશે તો…

તાજતેરમાં અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ દિવસે આખા દેશમાં જશ્નનો માહોલ હતો. રામ મંદિરના ભૂમિપૂજનના દિવસે દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દિવસ ભારતના લોકો માટે ઐતિહાસિક દિવસ હતો. ત્યાર હવે પાડોશી દેશ પાકિસ્તાનના એક ક્રિકેટરે પણ આયોધ્યા આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ આયોધ્યા આવી રામલલાના દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કનેરિયાએ એક ટીવી ચેનલથી કહ્યું કે તે એક હિન્દુ છે અને રામ ભક્ત છે. એક હિન્દુ હોવાના કારણે પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં ભેદભાવ હોવાનો આરોપ લગાવનાર કનેરિયાએ સોમવારે ટ્વીટ કરી લખ્યું કે,‘અમારી માટે આ એક ધાર્મિક સ્થાન છે અને જો મને તક મળશે તો હું નિશ્ચિત રૂપથી અયોધ્યા જઈશ. હું એક સમર્પિત હિન્દુ છું અને મે હમેશા ભગવાન રામના માર્ગ પર ચાલવાની કોશિશ કરી છે.’

આપને જણાવી દઈએ કે 39 વર્ષનો આ ખેલાડી તે સમય ચર્ચામાં આવ્યો જ્યારે પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે કહ્યું હતું કે આ બોલર સાથે અમુક પાકિસ્તાની ક્રિકેટર સારું વર્તન કરતા નહોતા. અખ્તરે દાવો કર્યો હતો કે હિન્દુ હોવાના કારણે કનેરિયાને ભેદભાવનો સામનો કરવો પડતો હતો. જો કે, શોએબના આ નિવેદન બાદ ઘણો વિવાદ સર્જાયો હતો.