Facebook પર બદલાઈ ગયા આ બે સૌથી મોટા Setting, હવે એકદમ સુરક્ષિત રહેશે તમારો પ્રાઈવેટ ડેટા!

Facebook પર બદલાઈ ગયા આ બે સૌથી મોટા Setting, હવે એકદમ સુરક્ષિત રહેશે તમારો પ્રાઈવેટ ડેટા!

ફેસબુકનો ઉપયોગ વિશ્વભરમાં કરોડો લોકો ઉપયોગ કરી રહ્યા છે. કોરોનાકાળમાં તો સોશિયલ મીડિયા મારફતે લોકો પોતાના મિત્રો અને પરિવારજનો સાથે જોડાયેલા રહેલા આ એપનો ભરપૂર ઉપયોગ થયો છે. લોકડાઉન અને કોરોના વાયરસ દરમિયાન લોકો ઘરમાં કામ કરી રહ્યા છે, જેથી આજકાલ સૌથી વધુ કામ ઓનલાઈન થઈ રહ્યું છે. એવામાં ડેટા લીક અને હેકિંગના સમાચારોમાં ઝડપથી વધારો થયો છે, જેના કારણે યૂઝર્સના મનમાં થોડો ડર વ્યાપી ગયો છે.

પરંતુ થોડી ઘણી સાવધાની રાખીએ તો પોતાના ફેસબુક એકાઉન્ટને સુરક્ષિત રાખી શકાય છે. અમે તમને આજે બે ટેકનિક વિશે જણાવી રહ્યા છીએ, જેને અજમાવીને તમે એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં મદદ મળશે.

ફેસબુક ડેટાને મેનેજ કરો

ફેસબુક પર પ્રાઈવેસી શોર્ટકટ જણાવે છે કે, તમે તમારા કિંમતી ડેટાને કંટ્રોલ કરી શકો છો. આ શોર્ટકટ તમને Settingsમાં જઈને Privacy મેન્યૂમાં મળે છે. અહીં ટેપ કરીને તમે પોતાના અલગ અલગ રીતના ડેટાને કંટ્રોલ કરી શકો છો. આ એડવાન્સ કંટ્રોલ ઓપ્શન મારફતે યૂઝર્સ એવું નક્કી કરી શકે છે કે ફેસબુક કેવી રીતે અને ક્યાંથી આ ડેટાનો ઉપયોગ કરશે. યૂઝર્સ પોતાના લોકેશન ડેટાને મેનેજ કરવાની સાથે જ ફેસબુક પર અપલોડ થનાર કોન્ટેક્ટ્સ, ફેસ રેકૉગ્નિશન સેટિંગ, એડ પ્રેફરેન્સ જેવી ચીજોને મેનેજ કરી શકે છે.

લોગઈન માટે ટૂ-ફેક્ટર ઓર્થેટિકેશન

પાસવર્ડ સિવાય ફેસબુકમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનની પણ સુવિધા છે જેના મારફતે જો કોઈ બીજો માણસ તમારા એકાઉન્ટથી લોગઈન કરવાની કોશિશ કરશે તો તમારા મોબાઈલ નંબર પર એક કોડ આવશે, જેણે એન્ટર કર્યા વગર લોગઈન થશે નહીં. એટલા માટે કોઈ પણ વ્યક્તિ તમારી જાણકારી માટે લોગઈન કરી શકશે નહીં. ( Source – Sandesh )