કોરોનાની વેક્સિન આવતાની સાથે જ સોના – ચાંદીના ભાવમાં મોટો કડાકો

કોરોનાની વેક્સિન આવતાની સાથે જ સોના – ચાંદીના ભાવમાં મોટો કડાકો

રશિયાએ કોરોનાની વેકસિન શોધ્યાની જાહેરાત થતાની સાથે સોના અને ચાંદીમાં મોટો કડાકો બોલ્યો હતો. સોનું આજના દિવસ દરમ્યાન બે હજાર અને ચાંદીમાં પાંચ હજાર રુપિયા તૂટયા હતા. એમસીએકસમાં વેચાણ કરીને બેઠેલા સટોડિયાઓ કરોડો રુપિયા કમાયા હતા, જયારે બુકીઓનું ધોવાણ થયુ છે. એમસીએકસમાં ડબ્બામાં માથે સોનું અને ચાંદીમાં કરતા એકલા અમદાવાદમાં જ આશરે સો કરોડથી વધુનું બુકીઓને નુકસાન થયાનો અંદાજ છે. જયારે ગુજરાતમાં આશરે 250 કરોડ રુપિયા બુકીઓએ ડબ્બામાં ગુમાવ્યા હોવાનું જાણવા મળે છે.

ચાંદી એક કિલોએ રુપિયા 75,010 ખુલીને 70,010થઈ ગઈ હતી.જયારે સોનું દસ ગ્રામ રુપિયા 54,750 ખુલ્લીને 52,320 થયુ હતુ. આમ એક દિવસમાં સોના અને ચાંદીમાં આટલો મોટો કડાકો આવતા સટ્ટોડિયાઓને બખ્ખે બખ્ખા થઈ ગયા હતા. સોના અને ચાંદીમાં એમસીએકસના ડબ્બામાં આશરે 800 થી વધુ લોકો કામકાજ કરે છે. સોના અને ચાંદીમાં મોટાભાગના સોની અને સટ્ટોડિયાઓ આ કડાકામાં કમાયા છે. જયારે બુકીઓને કરોડોનું નુકસાન થતા નાણાંની કેવી રીતે ચૂકવણી કરશે.

એક માસ પહેલા એમસીએકસમાં ચાંદી 48,000 થી 50,000માં સટ્ટોડિયા મોટાપાયે વેચાણ કરીને બેઠા હતા.છેલ્લા પંદર દિવસમાં ચાંદીમાં એક ધારી 28,000નો સુધારો થતા બુલિયન માર્કેટના સટ્ટોડિયાઓને કરોડો રુપિયાનું ધોવાણ થયુ હતુ. એ જ રીતે સોનામાં પણ એક માસમાં સાત હજાર જેટલો વધારો થતા જેઓ વેચાણ કરીને બેઠા હતા તેમને કરોડોનું નુકસાન થયુ હતુ. જો કે, એક જ દિવસમાં ચાંદીમાં પાંચ હજાર અને સોનામાં બે હજારનો ઘટાડો થતા બુકીઓ નાણાં ગુમાવ્યા હતા.જયારે સટોડિયા કરોડો રુપિયા કમાયા છે. ( Source – Sandesh )