અમેરિકામાં ભણવાની રાહ જોતા ભારતીય વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત, આજથી વિઝા અપાશે

અમેરિકામાં ભણવાની રાહ જોતા ભારતીય વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત, આજથી વિઝા અપાશે

યુએસમાં અભ્યાસ કરવાની રાહ જોતા ભારતીય વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવશે. આવતા મહિનાથી યુએસમાં (અમેરિકામાં) શરુ થતા શૈક્ષણિક સત્ર માટે, યુએસ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકત્તામાં વિઝા આપવાની પ્રક્રિયા આવતીકાલથી શરુ કરાશે. જો કે, યુએસ એમ્બસી દ્વારા રુટિન ઈમિગ્રેશન અને નોન ઈમિગ્રેશન વિઝાની સેવા બંધ રખાશે.

દિલ્હીમાં સ્થિતિ યુએસ એમ્બસીએ ટ્વીટ કર્યુ છે કે, યુએસ કોન્સ્યુલર વિભાગો દ્વારા મર્યાદિત માત્રામાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક વિનિમય માટે વિઝિટર વિઝા પર કામ કરવા માટે ખુલી રહ્યા છે. જેમાં, વિદ્યાર્થી વિઝાને પ્રથમ પ્રાથમિકતા અપાશે. અમારી પાસે એપોઈન્ટમેન્ટ આપવા માટે ખૂબ જ મર્યાદિત જગ્યાઓ છે.

જેના લીધે, આ સત્રમાં બધી અરજીઓને સમાવી શકતા નથી. યુએસ દ્વારા સૌપ્રથમ ઈમરજન્સી વિદ્યાર્થીઓ અને ૧૨ ઓગષ્ટ પહેલા મળેલી વિઝિટર એપોઈન્ટમેન્ટનુ એક્સચેન્જ કરશે. સંભવતઃ વિદ્યાર્થીઓ એક્સચેન્જ વિઝિટર્સના વર્ગની શરુઆતના ત્રણ સપ્તાહ પહેલા નિમણૂંકને શિડયુલ કરાશે.