વિવાદ થતાં માણેકચોકનું ખાણીપીણી બજાર બંધ કરાયું, ઈસ્કોન પાસેના ખાણીપીણી બજાર પર મોડી રાતે દરોડા, 8ની ધરપકડ

વિવાદ થતાં માણેકચોકનું ખાણીપીણી બજાર બંધ કરાયું, ઈસ્કોન પાસેના ખાણીપીણી બજાર પર મોડી રાતે દરોડા, 8ની ધરપકડ

ઈસ્કોન બ્રિજના છેડે આવેલ ગણેશ ચોક રાત્રે 10.30 વાગે પણ ખુલ્લું હતું

માણેકચોકમાં ખાણીપીણી બજારમાં પાર્સલ સેવા શરૂ કરતા વિવાદ થયો હતો. જેને પગલે મ્યુનિ.એ બુધવારે સાંજે ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું હતું. અગાઉ શરૂ કરવામાં આવ્યું ત્યારે સાંજે 8થી 10 વાગ્યા દરમિયાન જ પાર્સલ સેવા શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારે હેપી સ્ટ્રીટ ખાણીપીણી બજાર પણ બંધ કરાયું હતું.

કોરોના મહામારીના કારણે હોટેલો અને ખાણીપીણી બજાર રાતે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય છે. તેમ છતાં ઈસ્કોન બ્રિજના છેડે આવેલા ગણેશ ચોક ખાતેના ખુલ્લા પ્લોટમાં ભરાતું ખાણી-પીણી બજાર રાતે 10.30 વાગ્યે પણ ચાલુ જ હતું. દરમિયાનમાં સેટેલાઈટ પીઆઈ જે.બી.અગ્રાવત સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા ત્યારે ત્યાંનું બજાર ચાલું જ હતું. પોલીસે સ્થળ પરથી 8 લારી સાથે તેના માલિકની ધરપકડ કરી હતી. આ તમામ સામે સેટેલાઇટ પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો.