સુશાંતની હત્યા 13 જૂને રાત્રે જ થઈ હતી, મિત્ર ગણેશે કર્યો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો
સુશાંતસિંહ કેસને લઈને દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સુશાંતસિંહ સાથે જોડાયેલા લોકો વારંવાર એવો દાવો કરી રહ્યા છે કે સુશાંતસિંહની હત્યા કરવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતના મિત્ર ગણેશ હીવરકરે એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સુશાંતની હત્યચા 13 જૂને થઈ હતી. ગણેશ હીવરકરે કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતના ઘરે 13 જૂને રાત્રે કેટલાક લોકો આવ્યા હતા. જેના પગલે તેને એ શંકા છે કે સુશાંતની હત્યા 13 જૂનની રાત્રે કરવામાં આવી. ગણેશ હીવરકરના જણાવ્યા અનુસાર 13 જૂને થયેલી પાર્ટીમાં કોણ કોણ સામેલ હતું. સુશાંતની હત્યામાં કોનો કોનો હાથ છે જેને લઈને તે ખુલાસો કરવા માગે છે.
તમને જણાવી દઈએ કે સુશાંતસિંહ રાજપૂતનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુશાંતના પિતાના વકીલને સોંપવામાં આવ્યો છે. તેમાં અભિનેતાના મોતના સમયનો ઉલ્લેખ નથી. એટલા માટે સુશાંતનું મોત ક્યારે થયું એ પણ એક રહસ્ય છે. ગણેશ હીવરકરે કહ્યું કે તેમને ધમકી ભર્યા મેસેજ આવી રહ્યા છે અને તેને કંઈ ન બોલવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તે ચુપ નહીં રહે. ગણેશ હીવરકરે કહ્યું કે તેને પોલીસ સુરક્ષાની જરૂર છે.
સંદીપને હત્યા વિશે ખબર હતી
ગણેશના જણાવ્યા અનુસાર સુશાંતના મિત્ર સંદીપસિંહને સુશાંતની હત્યા થવાની છે તેના વિશે તમામ માહિતી હતી. તેણે કહ્યું કે સંદીપસિંહ કહી રહ્યો છે કે તેને સુશાંતના મોતના સમાચાર ઘણા સમય પછી મળ્યા તે વાત તદ્દન ખોટી છે. તે જુઠુ બોલી રહ્યો છે. ગણેશે દાવો કર્યો છે કે સંદીપસિંહના કોઈ મિત્રએ તેને જણાવ્યું હતું કે સુશાંતે દિશાના મોતને લઈને સંદીપ સાથે વાત કરી હતી. જેના પછી સંદીપે દિશાના હત્યારાઓને જાણકારી આપી દીધી હતી. જેના પગલે દિશાના હત્યારાઓએ સુશાંતની પણ હત્યા કરી દીધી. ગણેશે દાવો કર્યો છે કે તેને એ તમામ લોકોના નામ ખબર છે જે સુશાંતની હત્યા પાછળ હોય શકે છે.
સુશાંતનું ગળું તેના ડોગના બેલ્ટથી દબાવવામાં આવ્યુું
ગણેશ સિવાય સુશાંતના મિત્ર અને પૂર્વ મેનેજર રહેલા અંકિત આચાર્ય દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતનું ગળું તેના ડોગ ફઝના બોલ્ટથી દબાવવામાં આવ્યું હતું. અંકિતે જણાવ્યું કે તેને પણ ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે. પરંતુ તે સત્યને બધાની સામે લાવીને રહેશે.
રિયાની વિરૂદ્ધ કેસ દાખલ કરાયો
સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈ કરી રહ્યું છે. સીબીઆઈએ આ મામલામાં રિયા અને તેના પરિવારની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. સુશાંતના પિતા કે.કે.સિંહે બિહારમાં જે એફઆઈઆર દાખલ કરી છે તેમાં રિયા અને તને પરિવારને સુશાંતના મોતના આરોપી બતાવ્યા છે અને સીબીઆઈની તરફથી દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પણ આ જ લોકોને આરોપી બતાવવામાં આવ્યા છે.
( Source – Sandesh )