હવે ડિજિટલ પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારે બેંકોને પૈસા ન વસૂલવા કહ્યું

હવે ડિજિટલ પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારે બેંકોને પૈસા ન વસૂલવા કહ્યું

વિત્ત મંત્રાલયે રવિવારે બેંકોને સલાહ આપી છે કે, ઈલેક્ટ્રોનિક રીતે કરાતાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન કે પેમેન્ટ પર ચાર્જ ન લેવામાં આવે. કોરોના મહામારી દરમિયાન સંક્રમણથી બચવા માટે લોકોએ ઈલેક્ટ્રોનિક પેમેન્ટનો સહારો લીધો હતો. ઈલેક્ટ્રોનિક પેમેન્ટ વધતાંની સાથે જ અમુક બેંકોએ ગ્રાહકો પાસેથી તેનો ચાર્જ વસૂલ કરવાનું શરૂ કરી દીધું હતું. જેને જોતાં વિત્ત મંત્રાલયે બેંકોને આમ ન કરવા માટે સલાહ આપી છે.about:blank

વિત્ત મંત્રાલયે બેંકોને કહ્યું છે કે, જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે પેમેન્ટનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે તો તેને ગ્રાહકોને પરત કરી દેવો જોઈએ. વિત્ત મંત્રાલયના પ્રમાણે 1 જાન્યુઆરીથી કે તે બાદ ઈલેક્ટ્રોનિક મોડથી જે પણ ટ્રાન્ઝેક્શન કરાયું છે, તેના પર કોઈ ચાર્જ ન લગાવવો જોઈએ. તે માટે વિત્ત મંત્રાલયે આઈટી એક્ટની કલમ 269 એસયુનો આધાર આપ્યો છે. મંત્રાલયે કહ્યું કે, આ ધારા હેઠળ ભવિષ્યમાં ઈલેક્ટ્રોનિક મોડથી કરાતા ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસૂલ કરવામાં ન આવે.

2016માં નોટબંધીથી ભારતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે. તો હાલમાં કોરોના મહામારીના સંકટમાં પણ લોકો નોટોથી દૂર ભાગતાં ડિજિટલ પેમેન્ટનો જ સહારો લઈ રહ્યા છે. પણ જો બેંક ડિજિટલ પેમેન્ટનો ચાર્જ વસૂલ કરશે તો લોકો તેનો ઉપયોગ ઓછી કરી શકે તેવી સંભાવના છે. અને આ જ કારણે વિત્ત મંત્રાલયે બેંકોને ચાર્જ ન લેવા માટે સલાહ આપી છે.

સરકારે ગત વર્ષે 30 ડિસેમ્બરે એક સર્ક્યુલર જાહેર કરીને પીએસએસ એક્ટની કલમ 10એનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, 1 જાન્યુઆરી 2020થી કોઈપણ ડિઝિટલ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવામાં આવશે નહીં. તેમાં મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ પણ સામેલ છે. પણ જો કે, આ સર્ક્યુલર બાદ પણ અમુક બેંકોએ યુપીઆઇ હેઠળ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલ્યો હતો. વિત્ત મંત્રાલયે કહ્યું કે, જો બેંક આ રીતે ગેરરીતિ આચરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે.