સુશાંતના ડિપ્રેશનને લઇને તેના પરિવારને હતી જાણ! શ્રુતિ મોદીની વ્હોટ્સેપ ચેટ આવી સામેે

સુશાંતના ડિપ્રેશનને લઇને તેના પરિવારને હતી જાણ! શ્રુતિ મોદીની વ્હોટ્સેપ ચેટ આવી સામેે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે જ્યાં તમામ તપાસ એજન્સીઓ ખુલાસો કરી રહી છે, તો આ મામલે અનેક વ્હોટ્સએપ ચેટ પણ સામે આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તપાસ એજન્સી તેમની સાથે પણ પૂછપરછ કરી રહી છે. હવે શ્રુતિ મોદી અને દિવંગત અભિનેતાની બહેન નીતૂ સિંહની વ્હોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે, જેમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે.

શ્રુતિ મોદીના ફોનની વ્હોટ્સએપ ચેટ વાયરલ 

મીડિયા રિપોર્ટ્સ અને મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે સુશાંત સિંહ રાજપૂત માનસિક બીમારી અને ડિપ્રેશનથી પીડિત હતો. તો દિવંગત અભિનેતાના પરિવારે આ તમામ મુદ્દાઓને ફગાવ્યા છે અને કહ્યું છે કે તેમને સુશાંતના સ્વાસ્થ્ય વિશે કોઈએ કંઇ જ માહિતી નહોતી આપી, સોશિયલ મીડિયા પર શ્રુતિ મોદીના ફોનની વ્હોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે સુશાંત સિંહ રાજપૂતની તબિયત અને ડૉક્ટરને લઇને નીતૂ સિંહ સાથે વાત કરી હતી. આ બંનેની આ ચેટ 26 નવેમ્બર 2019ની છે. આ ચેટમાં નીતૂ સિંહે શ્રુતિ મોદીથી સુશાંત સિંહ રાજપૂતના ડૉક્ટર અને તેમની દવાઓ વિશે જાણકારી માંગી હતી. શ્રુતિ મોદીએ સુશાંતની પ્રિસ્ક્રિપ્શનને પણ નીતૂ સિંહ સાથે શેર કરી હતી.

વ્હોટ્સએપ ચેટમાં ડિપ્રેશન અને દવાઓનો ઉલ્લેખ

શ્રુતિ મોદીની વ્હોટ્સએપ ચેટ અનુસાર તેમણે નીતૂ સિંહને સુશાંત સિંહ રાજપૂતના ડિપ્રેશન, તેમની દવાઓ અને Schizophreniaની તેમની સારવાર વિશે જણાવવામાં આવ્યું હતુ. સોશિયલ મીડિયા પર આ વ્હોટ્સએપ ચેટ હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના પરિવારે કેસ નોંધાવતા કહ્યું કે, તેમને આ વિશે બિલકુલ પણ જાણકારી નહોતી કે સુશાંત માનસિક બીમારી અને ડિપ્રેશનથી ઝઝુમી રહ્યો હતો.

પરિવારનો રિયા પર આરોપ

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં મૃત મળ્યો હતો. આ મામલે તેના પરિવારે અભિનેત્રી રિયા ચક્રવર્તી પર અને તેના પરિવારની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. દિવંગત અભિનેતાના પરિવારનો આરોપ છે કે રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના પૈસા હડપવાનો પ્રયત્ન કર્યો અને આત્મહત્યા માટે ઉશ્કેર્યો.