હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરનારા ચેતજો, મહિલા મીણબત્તી પ્રગટાવતી હતી અને પછી જે થયું…

હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરનારા ચેતજો, મહિલા મીણબત્તી પ્રગટાવતી હતી અને પછી જે થયું…

કોરોના કાળમાં માસ્ક અને હેન્ડ સેનેટાઇઝર લોકોની જિંદગીનો હિસ્સો બની ગઇ છે. પરંતુ હેન્ડ સેનેટાઇઝરથી જોડાયેલ આ ઘટના જાણ્યા બાદ તમે તેને એકદમ સાવધાનીથી ઉપયોગ કરશો. આ ઘટના અમેરિકાના ટેકસાસની છે. જ્યાં એક મહિલા હેન્ડ સેનેટાઇઝના લીધે ICUમાં પહોંચી ગઇ અને સ્વસ્થ થવાની રાહ જોઇ રહી છે. કથિત રીતે મહિલા મીણબત્તી પ્રગટાવાની કોશિષ કરી રહી હતી અને હેન્ડ સેનેટાઇઝરના લીધે આગની ઝપટમાં આવી ગઇ.

રાઉન્ડ રૉકમાં રહેતી કેટ વિસે એ કહ્યું કે તેમણે હેન્ડ સેનેટાઇઝર લગાવ્યું હતું. તેમની ત્રણ દીકરીઓ અને Kate Wise કોરોના વાયરસના સંક્રમણથી દૂર રહેવા માટે યુઝ કરતા હતા. આ દરમ્યાન તેમણે જ્યારે એક મીણબત્તી પ્રગટાવાની કોશિષ કરી તો આગ તેમના હાથમાં પણ લાગી ગઇ.

તેઓ આગળ કહે છે કે મીણબત્તી પ્રગટાવા માટે થોડી આગ જોઇએ. પરંતુ હેન્ડ સેનેટાઇઝરના લીધે તે ફેલાય ગઇ અને તેના ઝપટમાં આવી ગયા. તેમણે આખા હાથમાં સેનેટાઇઝર લગાવ્યું હતું. તેઓ કહે છે કે આગની જ્વાળા સેનેટાઇઝર બોટલના સંપર્કમાં આવી અને બ્લાસ્ટ થયો. આગ મારા મોં પર ગઇ અને 5 સેકન્ડની અંદર મારું આખું શરીર આગની ઝપટમાં આવી ગયું.

દીકરીઓ ભાગી મદદ માટે

તેણે કહ્યું કે બે દીકરીઓ મદદ માટે પાડોશીઓની પાસે દોડી ગઇ જ્યારે કેટ પોતાના સળગતા પકડાને ઉતારવા અને દિવ્યાંગ દીકરી અને પાલતું કૂતરાને ઘરમાંથી બહાર નીકાળવામાં સફળ રહી.

હવે ‘ધ રાઉન્ડ રોક ફાયર ડિપાર્ટમેન્ટ’ આગના લાગવાના કારણ તપાસી રહ્યું છે. આપને જણાવી દઇએ કે હેન્ડ સેનેટાઇઝર જ્વલનશીલ પદાર્થ હોય છે. આથી તેનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરો.