હવે Facebookનો સાવચેતીથી ઉપયોગ કરશો, નહીંતર એકાઉન્ટ બંધ થવાનો આવશે વારો

હવે Facebookનો સાવચેતીથી ઉપયોગ કરશો, નહીંતર એકાઉન્ટ બંધ થવાનો આવશે વારો

Useful

દરેક વ્યક્તિ વિશ્વમાં સામાજિક અને પરસ્પર સંવાદિત રહેવાનું પસંદ કરે છે. આ વેબ આધારિત ડિજિટલ દુનિયામાં સામાજિક રીતે પરસ્પર સંવાદિત રહેવાનું એકદમ સરળ છે. એક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં ૩૫૦ કરોડ સ્માર્ટફોન યૂઝસ છે. લગભગ ૪૫૪ કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૯૬ કરોડ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા એપ્લિકેશનની વાત કરવામાં આવે તો સૌથી વધુ વપરાતી એપ્લિકેશન ફેસબૂક છે. સમગ્ર વિશ્વમાં ૨૪૫ કરોડ ફેસબૂક યૂઝર છે. ભારતમાં ૨૦૨૦માં ફેસબૂકના એક્ટિવ યુઝરની સંખ્યા ૩૪ કરોડ છે.

છેલ્લાં થોડાંક વર્ષોથી ફેસબૂક પ્લેટફેર્મનો દુરુપયોગ થઈ રહ્યો છે. આપણે આપણા દેશમાં પણ જોયા છે. જેને કારણે ખાસ કરીને મોબલિન્ચિંગ જેવી ઘટનાઓ ઘટી રહી છે. તો બીજી તરફથી અત્યારના સમયમાં ભારતમાં ફેસબૂક સામે ઘણાં પ્રશ્નો ઉદભવ્યા છે. રાજકીય પક્ષો સાથે તેની મિલીભગતની વાતો પણ વહેતી થઇ છે. પરિણામે ફેસબૂક ૧ ઓક્ટોબર ૨૦૨૦ થી નવી ટર્મ્સ ઓફ પોલિસી તરફ જઇ રહ્યું છે, એમાં ફેસબૂક દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત તમામ યૂઝર્સના એકાઉન્ટ, પેજ અને બિઝનેસ એડ્રેસ પર નજર રાખવામાં આવશે. જો કોઈ વ્યક્તિ નવી ટર્મ્સ ઓફ પોલિસી ૩.૨ નું  ઉલ્લંઘન કરશે તો યૂઝરને જાણ કર્યા વગર એકાઉન્ટ, પેજ, ગ્રૂપ અથવા એડ તમામને બંધ કરી દેવામાં આવશે. તેટલું જ નહી કાયમ માટે બ્લોક પણ કરી દેવામાં આવશે. ફ્રીવાર એ નામથી કે એજ આઇડીને આધારે નવું ફેસબૂક એકાઉન્ટ ક્યારેય બની શકશે નહીં. ફેસબૂકના આ નિર્ણયથી ઘણી મોટી કોમ્યુનિટી દુઃખી  છે પણ આ સિવાય હવે ફેસબૂક પાસે બીજો કોઈ રસ્તો નથી, કારણ કે દુનિયામાં ઘણા દેશોએ અને ઘણી સરકારોએ ફેસબૂક સામે કાયદાકીય પગલાં પણ લીધાં છે. તાજેતરના સમયમાં જ ઓસ્ટ્રેલિયા દ્વારા ફેસબૂક અને ગૂગલને એવું જણાવી દેવામાં આવ્યું કે જો કોઇ યૂઝર ઓસ્ટ્રેલિયામાં કોઈપણ પ્રકારના ન્યૂઝને ફેસબૂક કે ગૂગલના માધ્યમ થકી શેર કરે છે અને એ જો જાહેરાત સ્વરૂપે હોય તો તેનો અમુક ટકા ભાગ ફરજિયાતપણે ફેસબૂક અને ગૂગલે ઓસ્ટ્રેલિયામાં જેટલી પણ ન્યૂઝ એજન્સીઓ છે, તેમની વચ્ચે અથવા તેમની સાથે શેર કરવો પડશે.  હવે, તમામ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ યૂઝર્સે પણ એ બાબતની તકેદારી રાખવી પડશે કે એવી કોઈપણ પોસ્ટ ભૂલથી કે અજાણ પણે ના મુકાય કે જેનાથી ફેસબૂકના ટર્મ્સ ઓફ સર્વિસના નિયમોનું ઉલ્લંઘન થતું હોય. એવી કોઈપણ પોસ્ટ લાઇક ન કરવી જેનાથી કોઈની ધાર્મિક ભાવના દુભાતી હોય કે તેમજ જ એવી કમ્યુનિટીમાં ન રહેવું અથવા એવા  ગ્રૂપમાં ન રહેવું કે જે ગ્રૂપ ચાઈલ્ડ પોર્નોગ્રાફી અથવા વ્યભિચાર સંદર્ભે સાહિત્યને પ્રસારિત કરતું હોય. આ બધી બાબતોનું તમામ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ યુઝરે હવે પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે નહીંતર એકાઉન્ટ બંધ થઈ શકે છે.