આ રીતે જાણો પિતૃદોષ છે કે નહી, પિતૃઓના આશીર્વાદ મેળવવા કરો આ ઉપાય

આ રીતે જાણો પિતૃદોષ છે કે નહી, પિતૃઓના આશીર્વાદ મેળવવા કરો આ ઉપાય

આપણે જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃદોષને ખુબજ મોટો દોષ માનવામાં આવે છે. પિતૃઓની યોગ્ય તર્પણ વિધિ ન કરવામાં આવી હોય તો પિતૃદોષ લાગે છે. નારાયણ બલી કે પછી પિતૃ પાછળ શ્રાદ્ધ કર્મ કરાવીને તેમના દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે. પિતૃઓ અંગે હંમેશાં આપણા મનમાં એક જીજ્ઞાસા રહે છે. જેમ કે તેઓ કોણ છે, અથવા શા માટે તેઓ નારાજ થાય છે, તેમની નારાજગીથી શું થાય છે. આ પિતૃ દોષ શું છે?

જો આપણા પૂર્વજો આપણા પર ગુસ્સે છે, તો પછી આપણે કેવી રીતે જાણી શકીએ કે તેઓ આપણા પર ગુસ્સે છે અને જો તેઓ ગુસ્સે છે તો પછી આપણે તેમને કેવી રીતે ખુશ કરી શકીશું, વગેરે આ બધી બાબતો જાણવી જરૂરી છે. મનુષ્ય લોકની ઉપર પિતૃ લોક તેના પર સૂર્ય લોક અને તેના પર સ્વર્ગ લોક છે.

જાણકારોનું કહેવુ છે કે શાસ્ત્રો અનુસાર, જ્યારે આત્મા પોતાનો શરીર છોડીને ઉપર જાય છે, ત્યારે તે પૂર્વજોની દુનિયામાં પિતૃ લોકમાં જાય છે. જો તે આત્માના સારા કર્મ હોય તો સૂર્ય લોક તરફ આગળ વધે છે.

જો વધારે પૂણ્ય હોય તો આત્મા સૂર્ય લોકથી સ્વર્ગ લોક તરફ આગળ વધે છે, જો કે કરોડોમાં એકાદ એવો આત્મા હોય છે જે પરમાત્મામાં લીન થાય છે અને ભવોભવના ફેરામાંથી મુક્ત થઇ જાય છે. આ આત્માને ફરી જન્મ નથી લેવો પડતો અને તેની મુક્તિ થઇ જાય છે.

પિતૃ દોષ એટલે શું?
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કુટુંબમાં પિતૃ દોષ છે. પિતૃ રૂઠ્યા છે અને હવે કોઇ વિધિ કરાવવી પડશે વગેરે.ત્યારે તેના અલગ અલગ કારણ હોઇ શકે છે. જે કારણથી તમારે પિતૃ દોષનો સામનો કરવો પડી શકે છે.

પિતૃદોષના ઉપાય
પિતૃદોષ દૂર કરવા માટે ઘરમાં ગીતા પાઠ કરાવો. દરેક અમાસના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવો. ભોજનમાં પૂર્વજોની મનપસંદ વસ્તુઓ બનાવો. ખીર બનાવો.ઘરમાં વર્ષમાં એકાદ બે વાર હવન જરૂર કરાવો. પાણીમાં પિતૃનો વાસ માનવામાં આવે છે તેથી પીવાના પાણીના સ્થાન પર તેમના નામનો દીવો પ્રગટાવો.

સવાર સાંજ પરિવારના બધા લોકો મળીને સામુહિક આરતી કરે. મહિનામાં એક બે વાર ઉપવાસ રાખો. શ્રાદ્ધ પક્ષમાં પીપળના વૃક્ષ પર ચોખા, તલ અને ફૂલ ચઢાવીને પૂજા કરો.