જાણો શું છે ટૂ ફેક્ટર ઑથએન્ટિકેશન, એકાઉન્ટનો પાસવર્ડ કોઈને ખબર હશે તો પણ કંઈ નહીં કરી શકે

જાણો શું છે ટૂ ફેક્ટર ઑથએન્ટિકેશન, એકાઉન્ટનો પાસવર્ડ કોઈને ખબર હશે તો પણ કંઈ નહીં કરી શકે

ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશન વિશે તમે ઘણીવાર સાંભળ્યું હશે. આ કોઈપણ ઑનલાઇન એકાઉન્ટના એડિશનલ સિક્યુરિટી માટે હોય છે. ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશન અનેક પ્રકારનું હોય છે. તમને જણાવી દઇએ કે ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશન અને આનાથી થનારા ફાયદા વિશે.

ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશન શું છે?

ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશનને અનેક નામથી ઓળખવામાં આવે છે. મલ્ટી ફેક્ટર ઑથેન્ટિકેશન, ટૂ સ્ટેપ વેરિફિકેશન, 2FA અથવા ડ્યુઅલ ફેક્ટર ઑથેન્ટિકેશન. આ એક પ્રકારનું સિક્યુરિટી પ્રોસેસ છે જેને એક્ટિવ કર્યા બાદ તમે પોતાની એકાઉન્ટ સિક્યુરિટીને લઇને કેટલીક હદ સુધી શ્યોર થઈ શકો છો. આ પ્રોસેસ અંતર્ગત તમને એકાઉન્ટના પાસવર્ડ ઉપરાંત પોતાના એકાઉન્ટને એક્સેસ કરવા માટે એક બીજું પ્રૂફ આપવું પડશે. આ પ્રૂફ કોઈપણ પ્રકારનું હોઇ શકે છે. ઉદાહરણ તરીકે તમે કોઈ ટ્રાન્જેક્શન કરો જેને પૂર્ણ કરવા માટે કાર્ડ અને પિનની સાથે મોબાઇલ પર ઓટીપી પણ મોકલવામાં આવે છે. આને એન્ટર કર્યા બાદ જ તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ રહેશે.

ફાયદા અને કેમ જરૂરી છે

ઘણીવાર તમે તમારા ઓનલાઇન એકાઉન્ટ અને ફેસબૂક અથવા જીમેલનો પાસવર્ડ એવો રાખો છે જે તમારા નજીકના વ્યક્તિઓને ખબર પડી જાય તેવો હોય છે. આવી સ્થિતિમાં જો તમે ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશન એક્ટિવેટ કરી રાખ્યું છે તો ફાયદો રહેશે. જો કોઈને તમારા એકાઉન્ટનો પાસવર્ડ ખબર પણ પડી જાય તો બીજા સ્ટેપ વગર તમારું એકાઉન્ટ ઑપન નહીં કરી શકે.