NCBના લોકઅપમાં નીકળી રિયાની રાત, આજે મુંબઈની ભાયખલા જેલમાં કરવામાં આવશે શિફ્ટ

NCBના લોકઅપમાં નીકળી રિયાની રાત, આજે મુંબઈની ભાયખલા જેલમાં કરવામાં આવશે શિફ્ટ

રિયા ચક્રવર્તીને ડ્રગ કેસમાં 14 દિવસ સુધી જેલમાં મોકલવામાં આવી છે. રિયા ચક્રવર્તીને 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવુ પડશે. એનસીબીએ ડ્રગ મામલામાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. ધરપકડ પછી રિયા ચક્રવર્તીને મંગળવારની રાતે એનસીબીની લોકઅપમાં રાખવામાં આવી હતી. મહારાષ્ટ્ર જેલના નિયમ પ્રમાણે રાત્રે કોઈ ગુનેગારને જેલમાં નથી લઈ જવામાં આવતા. રિયાને આજે સવારે 10 વાગ્યા પછી ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવશે.

NCBની 14 દિવસની જેલની માંગને કોર્ટે માની

જણાવી દઈએ કે જેવી રીતે ગુનેગારને રાત્રે જેલમાંથી મુક્ત કરવામાં નથી આવતો તેમ જ તેને જેલમાં પણ નથી મોકલી શકાતો. આ પહેલા કોર્ટે રિયા ચક્રવર્તીની જમાનત અરજીને રદ્દ કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી સુનાવણીમાં એનસીબીએ 14 દિવસની જેલની માંગ કરી હતી. જેને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

રિમાંડ કોપીમાં રિયા ડ્રગ લેતી હોય તેવો કોઈ ઉલ્લેખ નથી

સાથે સાથે એનસીબીએ કોર્ટને રિયાની રિમાંડ કોપી પણ આપી છે. જેમાં ક્યાંય પણ એ વાતનો ઉલ્લેખ નથી કે રિયાએ એ વાતનો સ્વિકાર કર્યો છે કે તે ડ્રગ લેતી હતી. શોવિક ચક્રવર્તીએ એ વાતનો ખુલાસો કર્યો છે કે તે ડ્રગની ડિલીવરીમાં સાથ આપતી હતી અને દરેક ડિલીવરી અને તેના પેમેન્ટની માહિતી રિયાની હતી.

સુશાંતને  ડ્રગ આપવાના મામલે ધરપકડ

એનસીબીએ રિમાંડ કોપીમાં લખ્યું છે કે આ દરેકને સામ સામે બેસાડ્યા પછી જે પૂછપરછ કરવામાં આવી તેના પછી રિયાની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે રિયાની ધરપકડ સુશાંત માટે ડ્રગની વ્યવસ્થા કરવા અને તેમના માટે પૈસા આપવાના મામલામાં કરવામાં આવી છે. જ્યાં સુધી ડ્રગ લેવાની વાત છે તો એ વાતનો ક્યાંય ઉલ્લેખ રિમાંડ કોપીમાં એનસીબી દ્વારા ક્યાંય કરવામાં નથી આવ્યો.