વીમાની રકમ માટે યુવતિએ પ્રેમી સાથે મળીને પોતાનો જ હાથ કાપી નાંખ્યો!

વીમાની રકમ માટે યુવતિએ પ્રેમી સાથે મળીને પોતાનો જ હાથ કાપી નાંખ્યો!

લ્યુબ્લ્યાના, તા. 12 સપ્ટેમ્બર 2020, શનિવાર

સ્લોવેનિયામાં એક યુવતિને પોતાનો જ હાથ કાપવા બદલ બે વર્ષની સજા કરવામાં આવી છે. તમને થશે કે પોતાનો જ હાથ કાપવા બદલ સજા કઇ રીતે મળી શકે? તો તેનુનં કારણ છે કે આ યુવતિએ વીમાની રકમ માટે જાતે જ આરી વડે પોતાનો હાથ કાપ્યો હતો. આ ઘટના છે સ્લોવેનિયાની રાજધાની લ્યુબ્લ્યાનાની. 2019ના વર્ષમાં એક યુવતિએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાનો જ હાથ કાપવાનું ષડયંત્ર બનાવ્યું હતું. યુવતિનું નામ જૂલિજા ડેલેસિક છે અને તેની ઉંમર 22 વર્ષની છે. 

જૂલિજાનેને હાથમાં ઇજા થયાના એક વર્ષ પહેલા જ તેણે પાંચ અલગ અલગ વીમા કંપનો પાસેથી પોલિસિ લીધી હતી. યુવતિ અને તેના પ્રેમીનું લક્ષ્ય એક મિલિયન યુરો કરતા વધારેની રકમ એકઠી કરવાનું હતું. આ ષડયંત્રમાં તેના પિતાએ પણ સીથે આપ્યો હતો. કોર્ટે આ ત્રણે વ્યક્તિને સજા આપી છે. યુવતિને બે વર્ષ તેના પ્રેમીને ત્રણ વર્ષ ને યુવતિના પિતાને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.

યુવતિનો પ્રેમી અને તેના પિતા જ્યારે તેને હોસ્પિટલ લઇ ગયા ત્યારે તેમણે ડોક્ટરોને કહયું કે તેણી ઇલેક્ટ્રોનિક આરીથી વૃક્ષ કાપતી હતી ત્યારે ભૂલથી તેનો હાથ કપાઇ ગયો. હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે આ પ્રકારની ઘટનામાં દર્દીના પરિજનો કપાયેલું અંગ સાથે લાવે છે, જેથી તેને ફરી વખત જોડી શકાય અને દર્દી અપંગ ના થઇ જાય. પરંતુ આ કેસમાં યુવતિના પ્રેમી કકે પિતાએ આવું કશું ના કર્યુ. જેથી શંકા ગઇ ને બાદમાં પોલીસે તપાસ હાથ ધરી અને ષડયંત્રનો ખુલાસે થયો.