ફ્લાઇટમાં ફોટો ક્લિક કરતા પહેલા યાદ રાખજો આ નવા નિયમ, ક્યાંક લેવાના દેવાં ના પડી જાય

ફ્લાઇટમાં ફોટો ક્લિક કરતા પહેલા યાદ રાખજો આ નવા નિયમ, ક્યાંક લેવાના દેવાં ના પડી જાય

થોડાક દિવસ પહેલા કંગના રનૌતની ચંદીગઢથી મુંબઈની ફ્લાઇટમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતુ. જોવા મળ્યું હતુ કે સુરક્ષા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સંબંધી પ્રોટોકોલનું કથિત ઉલ્લંઘન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ ડીજીસીએએ આદેશ આપ્યા હતા કે ફ્લાઇટમાં પહેલાથી પરવાનગી લીધા વગર કોઈ પણ ફોટો ના ખેંચી શકે. પ્લેનને ટેક ઑફ, લેન્ડિંગ અને કોઈ ડિફેન્સની જગ્યા પર ઉભું રાખવા દરમિયાન તો ફોટો ખેંચવાની પરવાનગી પણ ના મળી શકે.

ડીજીસીએએ નવા આદેશ જાહેર કર્યા

જોકે હવે નિયમમાં થોડોક બદલાવ કરવામાં આવ્યો છે અને આને લઇને ડીજીસીએએ નવા આદેશ જાહેર કર્યા છે. સિવિલ એવિએશનના ડાયરેક્ટોરેટ જનરલે શનિવારે એરલાઇન્સ કંપનીઓને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિમાન નિયમો 1937ના નિયમ 13 અંતર્ગત જે ફોટોગ્રાફી સાથે સંબંધિત છે, ફ્લાઇટમાં કોઈ પણ વ્યક્તિ આ નિયમ હેઠળ તસવીર ક્લિક કરી શકતો નથી.

નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરાશે

DDCAએ કહ્યું, ડીજીસીએ અથવા નાગરિક ઉડ્ડયન વિભાગની પરવાનગી વિના વિમાનની અંદર અથવા એરપોર્ટની અંદર ફોટોગ્રાફ્સ લેવા સખ્ત પ્રતિબંધિત છે. ડીડીસીએએ એક પત્ર જાહેર કરીને જણાવ્યું છે કે સસ્પેન્ડ વિમાન ચલાવવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે. જ્યારે એરલાઇન કંપની નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરશે. નવા નિયમો પ્રમાણે પ્લેનમાં સેલ્ફી લઇ શકાય છે.

રેકૉર્ડિંગ ઇક્યુમેન્ટનો ઉપયોગ કરવાની પરવાનગી નહીં

કોઈ મુસાફરીની તસવીર ક્લિક કરી શકે છે. તે ફ્લાઇટ દરમિયાન, ટેક ઑફના સમયે અથવા લેન્ડિંગના સમયે ફોટો લઇ શકે છે. જોકે તેને આવા કોઈ પણ ઇક્યુપમેન્ટનો ઉપયોગ કરવાની પરવાનગી જે રેકૉર્ડિંગ કરે છે. એવી કોઈ ડિવાઇસનો ઉપયોગ ના કરી શકે જેનાથી ભીડ થાય, લોકોની સુરક્ષાને ખતરો થાય અથવા ફ્લાઇટ મુશ્કેલીમાં પડે.