સર્ચ એન્જિનમાં ૧૦ બાબતો ભૂલથી પણ સર્ચ ન કરવી

સર્ચ એન્જિનમાં ૧૦ બાબતો ભૂલથી પણ સર્ચ ન કરવી

Useful

આજના સમયમાં નાનામાં નાની માહિતી હોય કે મોટા કાર્યની  વિગતો જોઇતી હોય લોકો તરત જ સર્ચ એન્જિનનો ઉપયોગ કરે છે. હાલમાં મોબાઇલ હોય કે પછી લેપટોપ સૌથી વધારે ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન એટલે ગૂગલ. નાના બાળકોથી માંડીને પ્રોફેશનલ્સ પણ કોઈ પણ જાણકારી મેળવવા ગૂગલનો ઉપયોગ વધારે કરે છે. પરંતુ શું ગૂગલ સેફ છે ? શું ગૂગલ પરથી સાચી માહિતી મળે છે? જો તેનો જવાબ હા જ હોય તો, શા માટે ઘણા દેશોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. અમુક દેશોમાં ગૂગલ તો અમુકમાં તેની કેટલીક સેવાઓ પ્રતિબંધિ મુકાયો છે. જેનું કારણ એ દર્શાવ્યું છે કે ગૂગલ ફક્ત એક સરળ સર્ચ એન્જિન નથી. તે જાસૂસીનું સાધન છે. પ્રતિબંધ લગાવ્યા બાદ પણ ગૂગલ આજે વિશ્વમાં નંબર-૧ સર્ચ એન્જિન છે. જે તેના જુલાઇ ૨૦૨૦માં પ્રકાશિત કરાયેલ આંકડાઓ દ્વારા પ્રાપ્ત થાય છે.

કસ્ટમર કેર નંબર : સર્ચ એન્જિન પર કસ્ટમર કેર નંબરનો સર્ચ એ આખી દુનિયામાં જોવા મળતો એક સૌથી મોટો કાંડ છે. સાઇબર ક્રિમિનલ્સ મોટા ભાગની સર્વિસ આપનાર કંપનીના નામથી ખોટા નંબર દર્શાવતી ડુપ્લિકેટ વેબસાઈટ બનાવે છે અને ત્યારબાદ કંપની ના જ સર્વિસ આપનાર તરીકે ઓળખ ધારણ કરીને લોકો ને છેતરે છે. કસ્ટમર કેર નંબર મેળવવા માટે માત્ર કંપનીની ઓરિજિનલ વેબસાઈટ પર જ આધાર રાખવો.

પોર્ન સાહિત્ય : સર્ચ એન્જિન પર યૂઝર દ્વારા પોર્ન સાહિત્ય શોધવામાં આવે છે ત્યારે તે યૂઝર અન્ય વેબસાઈટ પર રી ડાયરેક્ટ થાય છે. ત્યારબાદ તેને વેબસાઈટ પર રજિસ્ટ્રેશન માટે ફ્રજ પડાય છે. એકવાર રજિસ્ટર થયા બાદ તેને અલગ અલગ ડેટિંગ સાઈટ સાથે જોડી દેવામાં આવે છે.

ફ્રી સોફ્ટવેર : ખાસ કરીને લોકો મોબાઇલ તેમજ કમ્પ્યૂટર માટે લાઇસન્સ સોફ્ટવેરનો ઉપયોગ કરવાને બદલે ફ્રી સોફ્ટવેરનો ઉપયોગ વધુ પસંદ કરે છે. પરિણામે ઓરિજિનલ કે લાઇસન્સ સોફ્ટવેરના ક્રેક વર્ઝન પણ નેટ પરથી શોધતા હોય છે. પરંતુ આવા સોફ્ટવેર ૧૦૦ ટકા નહીં પરંતુ ૧૦૦૦ ટકા વાઇરસ ઇન્ફ્ેકટેડ હોય છે.

લોકેશન : સર્ચ એન્જિન જયારે તમારા લોકેશનની ભાળ મેળવી લે છે ત્યારે તે લોકેશન વિસ્તારમાંથી સર્ચ એન્જિન સાથે ધંધાકીય રીતે જોડાયેલ વેપારીઓની એડ્સ સતત પોપ અપ થતી હોય છે. પરિણામે જયારે યૂઝર સોશિયલ મીડિયા કે બ્રાઉઝિંગ કરે છે તો પણ આવી વણગમતી એડ્સ તેને તેના કાર્યમાં સતત મુશ્કેલી ઊભી કરે છે.

હથિયાર કે બોમ્બ કેવી રીતે બનાવવો : વિશ્વની સરકારો એ ભેગાં થઈને આતંકવાદને લગતા કી વર્ડની યાદી બનાવી છે. જો કોઈ માત્ર કુતૂહલ માટે પણ આવા કી વર્ડ જેમ કે હથિયાર ક્યાંથી મળશે અને બોમ્બ કેવી રીતે બનાવવો, સર્ચ એન્જિનમાં ટાઈપ કરે તો તે તમામ સુરક્ષા એજન્સીઓના નિશાના પર આવી જાય છે. તેનું આઈપી એડ્રેસ ટ્રેક થવાનું શરૂ થઈ જાય છે.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી : ચાઈલ્ડ પોર્નોગ્રાફી ને લગતી વિગતો શોધવામાં આવે કે તેને લાગતું સાહિત્ય કે ફેટો સર્ચ એન્જિનમાં શોધવામાં આવે કે ડાઉનલોડ કરવામાં આવે તો પણ શોધ કરનારનું આઈપી એડ્રેસ ટ્રેક કરવામાં આવે છે.

પોતાની માહિતી : અમુક લોકોને કુતૂહલતા હોય છે કે લાય જરા શોઘીને જોઈએ કે તેમનું નામ સર્ચ એન્જિનમાં ક્યાં ક્યાં જોવા મળે છે. પરિણામે કુતૂહલતા વશ સર્ચ એન્જિનમાં નામ દાખલ કરે છે. સાથે જ પોતાનો મોબાઇલ નંબર, જન્મ તારીખ, ઇ-મેલ સરનામું વગેરે પણ. પરંતુ સર્ચ એન્જિન તે વિગતો ડેટાબેઝમાં સંગ્રહ કરી લે છે જે ભવિષ્યમાં મુશ્કેલી સર્જી શકે છે.

બીમારીને લગતી વિગતો અને નુસખા : બીમારીને લગતી વિગતો કે નુસખાઓ ક્યારેય ન શોધવા જોઈએ. બીમાર વ્યક્તિ આવી બેદરકારી વહોરે તો તે મૃત્યુને વહારે પણ જઈ શકે છે. કારણ કે મેડિકલ રિપોર્ટ પ્રમાણે આવી સર્ચ એન્જિન પર ઉપલબ્ધ માહિતી  ૬૦ ટકા સુધી ખોટી હોઈ શકે છે,

કોઈ વેબસાઈટ પર આવેલ વિગતો કે રિસર્ચ : અમુકવાર અજાણતા આપણે વિવિધ વેબસાઇટની મુલાકાત લઇએ છીએ. તેના પરથી આવેલા કન્ટેન્ટ તેમજ ફોટાને અલગ અલગ માધ્યમ પર શેર કરીએ છીએ. અમુકવાર બીજાના રિસર્ચને પોતાના નામથી પબ્લિશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે કોપી રાઈટ એક્ટ અન્વયે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

ગર્ભપાત કેવી રીતે કરવું : આજે ગર્ભપાત કેવીરીતે કરવું એના ઘરગથ્થુ નુસખા શોધવા, ગર્ભપાત એ સર્ચ ટર્મ ખાસ કરીને સર્ચ એન્જિનમાં સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યું છે,સરકાર જયારે પુરુષ અને મહિલાઓ ના બર્થ રેટ ને એક સમાન કરવાનો પ્રયત્ન કરી રહ્યું હોય ત્યારે  આ બધી બાબતો સર્ચ કરનારને મુશ્કેલીમાં નાખી શકે છે, સરકાર ખાસ કરીને આવા કી વર્ડ સર્ચ કરનાર પર ધ્યાન રાખી રહી છે.