ટ્રમ્પે ભારતને ‘ગંદુ’ કહેતા બિડેન ભડક્યા, કહ્યું- આપણા મિત્રને આવું કંઇ રીતે…

ટ્રમ્પે ભારતને ‘ગંદુ’ કહેતા બિડેન ભડક્યા, કહ્યું- આપણા મિત્રને આવું કંઇ રીતે…

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential Election)માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને હરીફ જો બિડેન (Joe Biden) પોતાના ભારત (India) પ્રત્યેનો પ્રેમ બતાવવાનું ચૂકતા નથી. બે દિવસ પહેલા છેલ્લી પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન ટ્રમ્પ પર ભારતની હવાને ઝેરી કહેવું ભારે પડી ગયું છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન એ તેને લઇ ટ્રમ્પ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ રીતે આપણા મિત્રો અંગે આવી વાત કરી શકાય નહીં.

ભારત સાથે ભાગીદારીનું કરીએ છીએ સમ્માન

જો બિડેને કહ્યું કે તેઓ અને તેમની પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ અમેરિકાની સાથે ભારતની ભાગીદારીનું ખૂબ સમ્માન કરે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને ગંદો દેશ ગણાવ્યો છે. આ રીતે આપણા મિત્રો વિશે વાત કરાય નહીં અને આ રીતે જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોનો પણ સામનો કરી શકાય નહીં.

ટ્રમ્પે ભારતને કહ્યું હતું કે ‘ગંદું’

ટ્રમ્પે બે દિવસ પહેલા ચીન, ભારત અને રશિયા વિશે રાષ્ટ્રપતિની ચૂંટણી ચર્ચા દરમિયાન કહ્યું હતું કે આ દેશો પોતાની ગંદી હવાનું ધ્યાન રાખી રહ્યા નથી. ગુરુવારે ટેનેસીના નેશવિલમાં બિડેન સાથે છેલ્લી ચર્ચા દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે “ચીનને જુઓ તે કેટલું ગંદું છે. રશિયાને જુઓ. ભારતને જુઓ. ત્યાં હવા ખૂબ ગંદી છે.

‘ભારત સાથે મળીને કામ કરશે’

‘ઈન્ડિયા વેસ્ટ’ સાપ્તાહિકના તાજેતરના અંકમાં પ્રકાશિત થયેલા એક લેખને રિટ્વીટ કરતાં બિડેને કહ્યું હતું કે કમલા હેરિસ અને હું અમારી ભાગીદારીને ખૂબ મહત્વ આપીએ છીએ અને અમે અમારી વિદેશી નીતિમાં સન્માનને ફરીથી કેન્દ્રમાં મૂકીશું. તેમણે કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે તો અમેરિકા અને ભારત તમામ પ્રકારના આતંકવાદ સામે અને શાંતિ અને સ્થિરતાના આવા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સાથે મળીને કામ કરશે.

‘ચીન પોતાના પાડોશીઓને ચેતવણી આપશે નહીં’

તેમણે કહ્યું કે અમે એક એવું ક્ષેત્ર બનાવીશું જ્યાં ચીન કે બીજા કોઈ દેશ પોતાના પડોશી દેશોને ચેતવણી આપતું ના હોય. તેમણે કહ્યું હતું કે તેઓ બજારોને ખોલશે અને અમેરિકા તથા ભારતમાં મધ્યમ વર્ગને વધારવાનું કામ કરશે અને જળવાયુ પરિવર્તત જેવા આંતરરાષ્ટ્રીય પડકારોનો પણ સામનો કરશે.