Facebook લાવી રહ્યું છે આ દમદાર ફીચર! હવે આડોશ-પાડોશની પણ મળશે સંપૂર્ણ માહિતી

Facebook લાવી રહ્યું છે આ દમદાર ફીચર! હવે આડોશ-પાડોશની પણ મળશે સંપૂર્ણ માહિતી

ફેસબુકના(Facebook) કારણે લોકો વચ્ચે કનેક્ટિવિટી વધી છે. આ સોશિયલ મીડિયા(Social Media) એપના મદદથી લોકો દૂર રહીને પણ વીડિયો અને ચેટ કરી એક-બીજા સાથે વાતચીત કરી શકે છે અને એક-બીજા અંગે જાણી શકે છે. ફેસબુકમાં આ કમાલના ફીચર્સ હોવા છતાંય મોટાભાગે લોકો પોતાના પાડોશ(Neighborhood) માં શું થઈ રહ્યું છે તે અંગે અજાણ હોય છે.

ત્યારે હવે ફેસબુક એક એવું જબરદસ્ત ફીચર લઈને આવ્યું છે જે ફ્રેન્ડ્સની એક્ટિવિટી સિવાય પાડોશમાં થનારી ઇવેન્ટ્સ અને કાર્યક્રમ અંગે પણ માહિતી આપશે. સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક જલ્દી નેબરહુડ(Neighborhood) ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. એક ટેક વેબસાઇટ મુજબ આ ફીચર નેક્સડોર(Nextdoor)ની જેમ કામ કરશે. જોકે, હાલ આ ફીચર ટેસ્ટિંગ લેવલ પર છે. મીડિયા રિપોર્ટ મુજબ યુઝર્સે આ ફીચરનો લાભ લેવા માટે પહેલા પોતાનું એડ્રેસ એડ કરવાનું રહેશે.


સિસ્ટમમાં એડ્રેસ અપડેટ(Address Update) થયા બાદ યુઝર્સને પોતાના આડોશ-પાડોશમાં થનારી ઈવેન્ટ્સ(Events) અને પ્રોગ્રામ્સ અંગે માહિતી મળવાની શરૂ થઈ જશે. રિપોર્ટ મુજબ ફેસબુક લોકો સાથે મળીને કમ્યુનિટી બિલ્ડિંગ(Community Building) પર કામ કરવા માંગે છે. નવા ફીચરમાં યુઝર પોતાના નજીકના માર્કેટ પ્લેસ, ગ્રુપ્સ અને અપલોડ થનારા પોસ્ટ જોઈ શકશે.